મુકેશ અંબાણીએ પુત્ર આકાશ સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 1.51 કરોડ રૂપિયાનું આપ્યું દાન

બોલિવુડ

અંબાણી પરિવારનો પોતાના ધર્મ પ્રત્યે લગાવ કોઈથી છુપાયો નથી. ક્યારેક મુકેશ અંબાણી તો ક્યારેક આકાશ અને અનંત અંબાણી દેશના પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરવા માટે જતા રહે છે. આટલું જ નહીં તે મંદિરો માટે કરોડો રૂપિયાનું દાન પણ આપે છે. તાજેતરમાં જ મહાશિવરાત્રિ પર મુકેશ અંબાણી એ તેમના પુત્ર આકાશ સાથે બાર જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મહાદેવના દર્શન કર્યા, જેનું મંદિર ગુજરાતમાં આવેલું છે.

મુકેશ અંબાણીએ પુત્ર આકાશ સાથે કર્યા સોમનાથ મહાદેવના દર્શન: મહાશિવરાત્રીના શુભ તહેવાર પર મુકેશ અને આકાશ અંબાણીની સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરતા હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બંને સફેદ કુર્તામાં જોવા મળી રહ્યા છે. આસ્થામાં ડૂબેલા પિતા-પુત્ર સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ સોમનાથ મંદિર ટ્રસ્ટને 1.51 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને સેક્રેટરી પી.કે. લહેરી અને યોગેન્દ્રભાઈ દેસાઈએ તેમનું મંદિરમાં સ્વાગત કર્યું હતું.

જ્યારે મુકેશ અંબાણીએ ભાવિ પુત્રવધૂ રાધિકા સાથે દર્શન કર્યા હતા: આ પહેલા, ઓક્ટોબર 2022 માં, મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ પહેલા તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે કેદારનાથ-બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી. મુકેશ અંબાણીએ કેદારનાથ અને બદ્રીનાથ મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. સામે આવેલી તસવીરોમાં મુકેશ જ્યાં સફેદ કુર્તા-ચુરીદાર પાયજામા સાથે મરૂન જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા, તો રાધિકા ગ્રે સિલ્ક સૂટમાં જોવા મળી હતી.

અનંતની સગાઈ પહેલા મુકેશે કર્યા હતા ઘણા મંદિરોમાં દર્શન: સાથે જ, સપ્ટેમ્બર 2022 માં, મુકેશ અંબાણી અને રાધિકાએ ઘણા મંદિરોમાં માથું ટેકાવ્યું હતું. 12 સપ્ટેમ્બર 2022ના રોજ તેમણે શ્રીનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાર પછી, 16 સપ્ટેમ્બર 2022 ના રોજ, તે રાધિકા સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ત્યાર પછી તે કેરળ ગુરુવાયુર મંદિરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણીએ તિરુપતિ મંદિરમાં ગજરાજના આશીર્વાદ પણ લીધા હતા.