650 કરોડના રમકડાંની કંપનીથી લઈને 100 કરોડના ઘર સુધી, આ 5 છે મુકેશ અંબાણીની સૌથી મોંઘી સંપત્તિ

વિશેષ

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ દુનિયાભરમાં નામ કમાવ્યું છે. તે ‘રિલાયંસ ઈંડસ્ટ્રીઝ’ના માલિક છે, જેની પહોંચ દુનિયાભરમાં છે. તે એક અબજોપતિ છે, જે પોતાનું જીવન રોયલ સ્ટાઈલમાં જીવે છે. તેમની લાઈફસ્ટાઈલ વિશે દરેક વ્યક્તિ જાણે છે. લક્ઝરી કારથી લઈને મોંઘી સંપત્તિ સુધી, તેમની પાસે તે બધું છે જેની કલ્પના એક સામાન્ય માણસ સપનામાં પણ નથી કરી શકતા. અહીં અમે તમને મુકેશ અંબાણીની પાંચ સૌથી મોંઘી સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે.

1. સ્ટોક પાર્ક: મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા જ બ્રિટનના પ્રખ્યાત કન્ટ્રી ક્લબ અને લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ ‘સ્ટોક પાર્ક’ ખરીદ્યું હતું. 900 વર્ષ જૂનો આ સ્ટોક પાર્ક 300 એકરમાં ફેલાયેલો છે. મુકેશ અંબાણીએ આ સંપત્તિને પોતાની બનાવવા માટે 57 પાઉન્ડ એટલે કે 592 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમ્સ બૉન્ડની બે ફિલ્મો ‘ગોલ્ડફિંગર’ (1964) અને ‘ટુમોરો નેવર ડાઈઝ’ (1997) નું શૂટિંગ અહિં થયું હતું.

2. હૈમ્લેજ ટૉપ કંપની: વર્ષ 2019માં મુકેશ અંબાણીએ રમકડાં બનાવનાર બ્રિટિશ કંપની ‘હૈમ્લેજ’ને ખરીદી લીધી હતી. ‘હૈમ્લેજ’ દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી રમકડાની કંપની છે. રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણીએ આ કંપની લગભગ 650 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 1760 માં સ્થાપિત થયેલી ‘હૈમ્લેજ’ ના દુનિયાભર માં કુલ 160 સ્ટોર્સ છે.

3. એંટીલિયા: દુનિયાની બીજા નંબરની સૌથી મોંઘી સંપત્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો લક્ઝરી બંગલો ‘એન્ટીલિયા’ છે. ‘GQ ઈંડિયા’ મુજબ 27 માળની આ ઈમારતની કિંમત 1 અબજ એટલે કે 100 કરોડ રૂપિયા છે. દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉંટ રોડ પર આવેલા અંબાણી પરિવાર નાં ઘર એંટીલિયામાં નવ એલિવેટર્સ, મોટો બૉલરૂમ, થિયેટર, સ્પા, મંદિરો અને ઘણા ટેરેસ ગાર્ડન છે. આટલું જ નહીં છઠ્ઠા માળ પર પાર્કિંગની વ્યવસ્થા છે. સાથે જ 600 કર્મચારીઓ અહીં કામ કરે છે, જેમનો પગાર લાખોમાં છે.

4. આઈપીએલ ટીમ મુંબઈ ઈંડિયંસ: જેમ કે, તમે જાણતા હશો કે, આઈપીએલ ની દિગ્ગ્ઝ ટીમ ‘મુંબઈ ઈંડિયંસ’ ના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણી છે. અંબાણી પરિવારે વર્ષ 2008માં આ ટીમને ખરીદી હતી. આ આઈપીએલ ની સૌથી મોંઘી ટીમ છે. ‘સાઉથ ચાઈના’ના એક રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ આ ટીમને લગભગ 748 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ટીમ અત્યાર સુધીમાં પાંચ આઈપીએલ મેચ માં જીત મેળવી ચુકી છે.

5. મૈંડરિન ઓરિએંટલ હોટેલ (ન્યૂ યોર્ક): મુકેશ અંબાણીએ વર્ષ 2022ની શરૂઆતમાં ન્યૂયોર્કની પ્રખ્યાત હોટલ ‘મૈંડરિન ઓરિએંટલ હોટલ’ ને ખરીદી છે. ‘ઈટી’ ના એક રિપોર્ટ મુજબ રિલાયંસ ઈંડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેંટ્સ એંડ હોલ્ડિંગ્સ હોટેલના 73.37 ટકાને હસ્તગત કરવા માટે 98 મિલિયન ડૉલર ચૂકવશે, જે ભારતીય ચલણમાં બદલવાથી લગભગ 729 કરોડ રૂપિયા થાય છે. 248 રૂમની આ લક્ઝરી હોટલ મિડટાઉન મૈનહટ્ટનમાં સેંટ્રલ પાર્કની ઉપર કોલંબસ સર્કલમાં આવેલી છે, જ્યાં હોલીવુડ સ્ટાર્સ સહિત ઘણા સેલિબ્રિટીઓ વારંવાર આવે છે.