મુકેશ અંબાણી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચાનો વિષય બની રહે છે. એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક સોમવારે (12 સપ્ટેમ્બર) રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા શહેરમાં આવેલા શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. અહીં તેઓ પુત્ર અનંત અંબાણી, તેમની ભાવિ પુત્રવધૂ અને અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટ અને કંપનીના ડિરેક્ટર મનોજ મોદી સાથે આવ્યા હતા.
કોણ છે બાબા વિશાલ જેમને મળ્યા મુકેશ અંબાણી: શ્રીનાથજી મંદિર પહોંચતા જ તિલકાયત મહારાજના પુત્ર અને મંદિરના મહંત વિશાલ બાબાએ તેમનું સ્વાગત કર્યું. મુકેશ અને તેમના પરિવાર એ વિશાલ બાબા સાથે બેસીને લગભગ એક કલાક સુધી વાત કરી. તેમની બાબા સાથેની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં લોકો પણ આ બાબાને લઈને ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે.
પુત્ર અને ભાવિ પુત્રવધૂને પણ લઈ ગયા સાથે: ખરેખર, શ્રીનાથ મંદિરને લઈને અંબાણી પરિવાર હંમેશાથી કંઇક વધુ જ શ્રદ્ધાળુ રહ્યો છે. ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની કોકિલાબેનને આ મંદિરમાં ઊંડી શ્રદ્ધા હતી. હવે તેમના પુત્ર અને વહૂ એટલે કે મુકેશ અને નીતા અંબાણી પણ આ પારિવારિક પરંપરાને નિભાવીને દરેજ શુભ કાર્ય જેવા કે જન્મદિવસ, લગ્ન, એનિવર્સરી અને નવા પ્રોજેક્ટ પહેલા મંદિરમાં આવીને આશીર્વાદ લે છે. આ વખતે મુકેશ પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને પણ સાથે લાવ્યા જેથી તેઓ પણ પરિવારની આ આસ્થાને આગળ લઈ જાય.
5G લૉન્ચ પહેલાં લીધા આશીર્વાદ: મુકેશ અંબાણીએ આ દરમિયાન તેમના 5G લોન્ચિંગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા પ્રોજેક્ટ માટે ભગવાનના આશીર્વાદ લીધા. આ સાથે તેમણે પુત્ર અનંત અંબાણીને જીવનમાં સફળતા અપાવવા માટે વિશાલ બાબાનું માર્ગદર્શન લીધું હતું.
રસપ્રદ વાત એ છે કે પોતાની આસ્થાને કામ સાથે જોડતા મુકેશ અંબાણીએ પોતાના નવા પ્રોજેક્ટ 5G સ્પેક્ટ્રમને લોન્ચ કરવાની જાહેરાત નાથદ્વારાથી કરી છે. આટલું જ નહીં, પરંતુ પૂરા ભારતમાં સૌથી પહેલા 5G નાથદ્વારાના લોકોને આપવામાં આવશે. ત્યાર પછી આ સેવાને દેશના અન્ય ભાગમાં ધીમે-ધીમે પહોંચાડવામાં આવશે.
શ્રીનાથજી મંદિર સાથે છે જૂનો સંબંધ: હવે તમે વિચારી રહ્યા હશો કે અંબાણી પરિવારને દેશભરના હજારો મંદિરોમાંથી આ મંદિર સાથે આટલો લગાવ શા માટે છે? ખરેખર શ્રીનાથજી મંદિર સાથે અંબાણી પરિવારનો જૂનો સંબંધ છે. અંબાણી પરિવાર મોઢ બનીયા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના મુખ્ય દેવ ભગવાન શ્રીનાથ માનવામાં આવે છે. આ જ કારણ છે કે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા અંબાણી પરિવાર ચોક્કસપણે આશીર્વાદ લેવા અહીં આવે છે.
આ મંદિરમાં અંબાણી પરિવારે એક આશ્રમ પણ બનાવ્યો છે. સાથે જ મુકેશ અંબાણીના માતા કોકિલાબેન આ મંદિરના ઉપાધ્યક્ષ પણ છે. આટલું જ નહીં મુકેશ અંબાણીએ પોતાની ઓફિસમાં ભગવાન શ્રીનાથજીની મૂર્તિ પણ બિરાજિત છે. તમને જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણનું બાળપણનું સ્વરૂપ શ્રીનાથજી માનવામાં આવે છે