રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી અવારનવાર ભારત અને એશિયાની સાથે જ દુનિયાના ટોપ અમીર લોકોમાં સ્થાન ધરાવે છે. અબજોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. મુકેશ અંબાણી દેશ અને દુનિયાના સૌથી મોટા ધનકુબેરમાંથી એક છે.
મુકેશ અંબાણી ઘણી કિંમતી સંપત્તિના માલિક છે. તેમની સાથે જોડાયેલી દરેક ચીજ ખૂબ જ ખાસ હોય છે અને તેની ચર્ચા પણ થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને અંબાણીની પાંચ સૌથી કિંમતી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરુ કરીએ.
1- એન્ટિલિયા: મુકેશ અંબાણીની સૌથી કિંમતી સંપત્તિ તેમનું ઘર છે. તેમના ઘરનું નામ ‘એન્ટીલિયા’ છે. તેમનું આ ઘર વર્ષ 2006માં બનવાનું શરૂ થયું હતું. તેને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા. વર્ષ 2010થી અંબાણી પરિવાર મુંબઈના ‘એન્ટિલિયા’માં રહે છે.
આ 27 માળનું ઘર દુનિયાનું બીજું સૌથી મોંઘું ઘર છે. અંબાણીનું ઘર ખૂબ જ લક્ઝરી, કિંમતી અને સુંદર છે. તેમાં 600 નોકર કામ કરે છે. ઘરની છત પર ત્રણ હેલિપેડ છે. 6 માળ પાર્કિંગ માટે છે જેમાં 168 કાર પાર્ક થઈ શકે છે.
એન્ટિલિયામાં 9 લિફ્ટ્સ, આઉટડોર ગાર્ડન, યોગા સ્ટુડિયો, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણ સ્વિમિંગ પૂલ સહિત ઘણી ચીજો છે. અંબાણીના આ ઘરની કિંમત 12 હજાર કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.
2- સ્ટોક પાર્ક: બ્રિટનના પ્રખ્યાત કન્ટ્રી ક્લબ અને લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ ‘સ્ટોક પાર્ક’ને વર્ષ 2021માં અંબાણીએ ખરીદ્યું હતું. તે ખૂબ જ સુંદર અને લક્ઝરી છે. તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. તે 300 એકરમાં ફેલાયેલું છે.
3- હેમ્લેઝ ટોય કંપની: મુકેશ અંબાણી એક ટોય કંપનીના પણ માલિક છે. તેમણે બ્રિટિશ કંપની ‘હૈમ્લેઝ’ વર્ષ 2019માં ખરીદી હતી. ત્યાર પછી તેના માટે તેમણે લગભગ 620 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.જણાવી દઈએ કે ‘હૈમ્લેઝ’ દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી ટોય કંપની છે.
4- IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ: મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ ક્રિકેટના શોખીન છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલનો પાંચ વખત એવોર્ડ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ મુકેશ અંબાણીની છે. આઈપીએલના શરૂઆતના સમય વર્ષ 2008માં મુકેશ અંબાણીએ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ ટીમ ખરીદી હતી. ત્યારે તેના માટે તેમણે 750 કરોડ આપ્યા હતા, જ્યારે હવે આ ટીમની કિંમત લગભગ 10 હજાર કરોડ રૂપિયા છે.
5- મેન્ડરિન ઓરિએંટલ હોટેલ (ન્યૂયોર્ક): અવારનવાર હોલીવુડના કલાકારો અમેરિકાના ન્યુયોર્કના મેનહટ્ટનમાં આવેલી મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલમાં રોકાય છે. ખાસ વાત એ છે કે આ વિદેશી હોટલમાં મુકેશ અંબાણીની પણ મોટી ભાગીદારી છે. તેણે હોટલના 73% શેર લગભગ 730 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.