રસ્તા પર ફેન સાથે MS ધોની એ કર્યું આવું કામ, સાદગી ભરેલી સ્ટાઈલ જોઈને દિલ હારી બેઠા ફેન, જુવો તેમનો આ વીડિયો

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પણ ચાહકોના ફેવરિટ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. આજે પણ તે જ્યાં પણ જોવા મળે છે તેમની એક ઝલક માટે ચાહકો આતુર રહે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની શ્રેષ્ઠ રમતથી તો ચાહકોના દિલ તો જીત્યા જ છે પરંતુ તે પોતાની સાદગી અને સ્વભાવથી ચાહકોના દિલો પર રાજ કરવામાં સફળ રહ્યા છે. મેદાન પર હંમેશા ધોનીની કૂલ સ્ટાઈલ જોવા મળી છે. આ કારણે તેને ‘કેપ્ટન કૂલ’ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં જ ધોનીએ ફરી એકવાર પોતાની સાદગીનો પરિચય આપ્યો છે.

તાજેતરમાં જ મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેની સિમ્પલ સ્ટાઇલ ફરીથી જોવા મળી હતી. એક વાયરલ વિડિયોમાં ધોની રસ્તા પર એક ફેન સાથે મુલાકાત કરતા જોવા મળે છે અને ફેનના કહેવા પર તેના ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપી રહ્યો છે. ધોનીની આ સ્ટાઇલે ચાહકો અને યુઝર્સના દિલ જીતી લીધા. ધોની રસ્તાના કિનારે તેના એક ફેનને ઓટોગ્રાફ આપી રહ્યા છે.

IPL 2023માં જલવા ફેલાવશે ધોની: ધોની એ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું છે જોકે તે ઈંડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL રમી રહ્યા છે. વર્ષ 2023માં પણ ધોની જોવા મળશે. તે મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સની જર્સીમાં ફરીથી ચાહકોને જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે.

CSK ને ચાર વખત બનાવી ચેમ્પિયન: IPLમાં ધોનીનો રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો છે. વર્ષ 2008માં આઈપીએલની શરૂઆત થઈ હતી અને ત્યારથી ધોની કેપ્ટન તરીકે સીએસકે સાથે જોડાયેલા છે. આઈપીએલની અત્યાર સુધી 14 સીઝન આવી ચુકી છે અને તેમાંથી ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ 4 વખત એવોર્ડ જીતી ચુકી છે. CSKને ધોનીએ 2010, 2011, 2018 અને 2021માં IPLની ચેમ્પિયન બનાવી છે. ધોની ચાર IPL ટ્રોફી જીતી ચુક્યા છે.

3 ICC ટ્રોફી જીતનાર દુનિયાના એકમાત્ર કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની: મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના એક માત્ર એવા કેપ્ટન છે જેણે ત્રણ ICC ટ્રોફી જીતી છે. તેમની કેપ્ટનીમાં ભારતે 2007નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર પછી, તેની કેપ્ટનીમાં, ભારત વર્ષ 2011 માં વનડેમાં વિશ્વ ચેમ્પિયન બન્યું. સાથે જ બે વર્ષ પછી વર્ષ 2013માં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો.