બધાના દિલ પર રાજ કરનાર અક્ષય કુમારની આ 5 ફિલ્મો આજ સુધી રીલીઝ થઈ નથી, જાણો કઈ કઈ ફિલ્મો છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ એકથી એક ચઢિયાતા ટેલેંટથી ભરેલું છે. પરંતુ જ્યારે વાત ખેલાડી કુમાર ઉર્ફ અક્ષય કુમારની કરવામાં આવે, તો તે હંમેશાં બધાના દિલ પર રાજ કરે છે. કોમેડી રોલ હોય કે પછી દબંગ વ્યક્તિ, દરેક પ્રકારના પાત્રમાં અક્ષય કુમાર જોવા મળી ચુક્યા છે. દર વર્ષે તેમની કોઈને કોઈ ફિલ્મ પડદા પર આવે છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે પણ તેમની બેલ બોટમ, સૂર્યવંશી, પૃથ્વીરાજ અને રક્ષાબંધન જેવી તેમની મોટી ફિલ્મો ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ફેવરિટ અભિનેતાની એવી ઘણી ફિલ્મો છે કે જે સંપૂર્ણ રીતે બનીને તૈયાર હોવા છતા પણ આજ સુધી રીલીજ થઈ નથી. જો નહીં, તો આજે આ પોસ્ટમાં અમે તમને અક્ષય કુમારની એવી 5 ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેનું શૂટિંગ અક્ષય કુમાર પૂર્ણ કરી ચુક્યા છે.

ખિલાડી વર્સેસ ખિલાડી: અક્ષય કુમારને સૌથી વધુ સફળતા ‘ખિલાડી’ સીરીઝે અપાવી હતી. પરંતુ તેની ‘ખિલાડી વર્સેસ ખિલાડી’ ફિલ્મ આજ સુધી રિલીઝ થઈ નથી. આ ફિલ્મને ઉમેશ રાય દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર તેમની ફિલ્મ રીલીઝ થઈ નથી.

મુલાકાત: અક્ષય કુમારે વર્ષ 1999 માં મુકેશ ભટ્ટ દ્વારા પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ ‘મુલકાત’ માં કામ કર્યું હતું. પરંતુ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાની સાથે જ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે તેનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી.

પૂરબ કી લૈલા પશ્ચિમ કા છૈલા: આ ફિલ્મ વર્ષ 1997 માં પૂર્ણ થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનીલ શેટ્ટી અને નમ્રતા શિરોડકર જેવા મોટા કલાકારોએ પણ કામ કર્યું છે. પરંતુ ફિલ્મ પૂર્ણ હોવા છતા પણ આ ફિલ્મ રીલીઝ કરવામાં આવી નથી.

ઝિગરબાઝ: અક્ષય કુમાર, મનીષા કોઈરાલા, મમતા કોઈરાલા, અમરીશ પુરી અને બિંદુ સ્ટારર ફિલ્મ ‘ઝિગરબાઝ’ 1997 માં પૂર્ણ થઈ હતી, પરંતુ રોબિન બેનર્જીની આ ફિલ્મ આજ સુધી રીલીઝ કરવામાં આવી નથી.

ચંદ્ર ભાઈ: અક્ષય કુમારની આ ફિલ્મ નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. તેમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં કામ કારી ચુકી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ હોવા છતા પણ આ ફિલ્મ આજ સુધી રીલિઝ કરવામાં આવી નથી. આટલું જ નહિં પરંતુ આ ઉપરાંત અક્ષય કુમારની ફિલ્મ ‘બ્લૂ’ ની સીરીઝ, ફિલ્મ ‘પરિણામ’ અને અન્ય ઘણી એવી ફિલ્મો છે જે આજ સુધી રીલીઝ કરવામાં આવી નથી. તેની પાછળ કોઈ પ્રોફેશનલ અથવા પર્સનલ કારણ છે, જેના વિશે આજ સુધી કોઈ ખુલાસો થયો નથી.

Leave a Reply

Your email address will not be published.