પગ વગરની નાની છોકરીએ કર્યો અદભુત ડાન્સ, વીડિયો જોઈને મોટિવેટ થઈ રહ્યા છે યૂઝર્સ, તમે પણ જુવો આ અદ્ભુત ડાંસ

વિશેષ

ઇન્ટરનેટની દુનિયામાં વીડિયોની ભરમાર છે. કેટલાક વીડિયો લોકોને હસાવે છે તો કેટલાક વીડિયો લોકોને ઈમોશનલ કરી દે છે. અવારનવાર ઘણા વીડિયો એવા પણ સામે આવે છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં ઘણા લોકો રહે છે અને દરેકનું જીવન અલગ-અલગ રીતે પસાર થાયછે. મોટાભાગના લોકોને તેમના જીવનમાં કોઈને કોઈ ચીજના અભાવની ફરિયાદ રહે છે.

આવી સ્થિતિમાં, તેઓ શારીરિક રીતે સક્ષમ હોવા છતાં પણ ક્ષેત્રમાં સફળ થઈ શકતા નથી. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાના જીવનની દરેક સમસ્યા સામે લડીને કંઈક એવું કરે છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા લોકો એક ઉદાહરણ આપે છે. સોશિયલ મીડિયાની દુનિયામાં આપણને ઘણા પ્રેરક વીડિયો પણ જોવા મળે છે, જે સમયાંતરે યૂઝર્સને પ્રોત્સાહિત કરતા રહે છે.

આ દરમિયાન તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં નાની છોકરી પોતાના હોંસલાથી દરેકને ઉડાન આપતા જોવા મળી રહી છે. આ છોકરી બંને પગ અને હાથથી વિકલાંગ છે. છતાં પણ તેણે ક્યારેય પોતાની વિકલાંગતાને પોતાના સપનાના રસ્તામાં આવવા દીધી નથી.

વિકલાંગ છોકરીએ આપ્યું ઉદાહરણ: ખરેખર, વીડિયોમાં જે છોકરી જોવા મળી રહી છે તેનું નામ દુર્ગા જણાવવામાં આવી રહ્યું છે, જે મધ્યપ્રદેશના બુરહાનપુરની રહેવાસી છે. દુર્ગા બુરહાનપુરમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાની દુર્ગા સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ દરમિયાન, તે બંને પગથી વિકલાંગ હોવા છતાં ખૂબ જ સારી રીતે પરફોર્મ કરતા જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ છોકરીના હાથ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી. દુનિયામાં એવા ઘણા લોકો છે, જે આવી સ્થિતિમાં પોતાની શારીરિક ઉણપને કારણે પોતાના સપના છોડી દે છે. પરંતુ દુર્ગાએ તે બધા લોકો માટે એક ઉદાહરણ આપ્યું છે.

વીડિયો એ લોકોને કર્યા મોટીવેટ: તમને જણાવી દઈએ કે દુર્ગાના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે લખવામાં આવ્યું છે કે “ઉડવા માટે પાંખ નહિં પરંતુ હિંમત હોવી જોઈએ… પગ વગર ડાંસ કરી રહેલી બુરહાનપુરની નાની છોકરી…..” દુર્ગાના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લાખો યુઝર્સને હિંમત આપી રહ્યો છે.

આ વિડિયો જોયા પછી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કહી રહ્યા છે કે “મંજિલ એમને મળે છે જેમના સપનામાં જીવ હોય છે, પાંખથી કંઈ થતું નથી, હિંમતથી ઉડાય છે.” યુઝર્સ આ વીડિયો જોઈને પ્રોત્સાહિત થઈ રહ્યા છે અને આ વીડિયોને સતત પોતાના મિત્રો સાથે શેર કરી રહ્યા છે. આ વિડીયો દરેકને પ્રેરણા આપી રહ્યો છે.