કળિયુગનો શ્રવણ કુમાર: માતાને સ્કૂટર પર કરાવી તીર્થયાત્રા, અને માતાને તીર્થયાત્રા કરાવવા માટે છોડી દીધું આ કામ…

Uncategorized

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ‘કળિયુગનો શ્રવણ કુમાર’ હેડલાઇન્સ બનાવી રહ્યો છે. હકીકતમાં, કર્ણાટકના મૈસૂરમાં રહેતા 40 વર્ષીય કૃષ્ણ કુમારે એક સ્કૂટર પર તેમની 70 વર્ષની માતાને તમામ તીર્થસ્થાનોના દર્શન કરાવ્યા. આ કાર્યમાં તેમને લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો. રસપ્રદ વાત એ હતી કે આ બધા તીર્થસ્થાનોના દર્શન તેણે બજાજના 2000 મોડેલના સ્કૂટર પર કરાવ્યા. આ દરમિયાન તેણે સ્કૂટર પર 56,522 કિલોમીટરથી વધુની મુસાફરી કરી હતી.

પિતાએ ગિફ્ટ તરીકે આપ્યું હતું સ્કૂટર: કૃષ્ણાએ જણાવ્યું છે કે તેને આ સ્કૂટર તેના પિતા પાસેથી 2001 માં ગિફ્ટમાં મળ્યું હતું. તેના પિતાનું 2015 માં અવસાન થયું હતું. તેથી તેણે નક્કી કર્યું કે તે ત્રણેય (કૃષ્ણા, તેની માતા અને પિતાની આત્મા) આ સ્કૂટરથી તમામ તીર્થસ્થાનોના દર્શન કરશે.

અનુભવ શબ્દોમાં કહી શકતા નથી: કૃષ્ણની માતા જણાવે છે કે આ યાત્રા દરમિયાન મારી તબિયત બરાબર રહી હતી. દીકરાએ ખૂબ કાળજી લીધી. અમે આખી મુસાફરીમાં હોટેલમાં રોકાયા ન હતા. હંમેશા મંદિર, મઠો અને ધર્મશાળાને રહેવા માટે આશ્રયસ્થાન બનાવતા. આ યાત્રાના અનુભવને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી.

માતા માટે છોડી દીધી નોકરી: માતાને તેના પિતાના સ્કૂટર પર તીર્થસ્થાનના દર્શન કરાવવા માટે, કૃષ્ણાએ તેની બેંગલુરુની એક ખાનગી કંપનીવાળી નોકરી છોડી દીધી હતી. તેણે આ યાત્રા 16 જાન્યુઆરી 2018 ના રોજ શરૂ કરી હતી. આને તેમણે ‘માતૃ સેવા સંકલ્પ યાત્રા’ નામ આપ્યું. 56 હજાર કિલોમીટરથી વધુની આ યાત્રાને પાર કરવામાં તેને 2 વર્ષ 9 મહિનાનો સમય લાગ્યો. આ દરમિયાન, કૃષ્ણાએ કશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક તીર્થસ્થાનના દર્શન તેમની માતાને કરાવ્યા.

કૃષ્ણાએ પોતાની પૂરી જિંદગી માતાના નામે કરી દીધી છે. ગયા બુધવારે તેમની આ યાત્રા પૂર્ણ થઈ હતી. તે તેની માતા સાથે મૈસૂર પરત આવ્યો. કૃષ્ણા કહે છે કે હવે તે પણ ધર્મના માર્ગ ઉપર ચાલવાનું પસંદ કરશે. તેઓ સ્વામી વિવેકાનંદ અને રામ કૃષ્ણ પરમહંસને તેમના આઈડલ માને છે. જીવનભર માતાની સેવા કરવા માટે કૃષ્ણ એ લગ્ન પણ કર્યા નથી.

લોકોએ કરી પ્રશંસા: સોશ્યલ મીડિયા પર કૃષ્ણાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝર લખે છે કે- માતા પ્રત્યેનો પુત્રનો પ્રેમ અને સમર્પણ જુઓ. કૃષ્ણા કુમાર તેની માતાને સ્કૂટર પર લઇને નીકળી પડ્યો તીર્થયાત્રા કરાવવા માટે. સ્કૂટર દિવંગત પિતાની યાદ અપાવતું રહ્યું. 3 વર્ષમાં 56 હજાર કરતાં વધુ કિલોમીટરનું કાપ્યું અંતર. હોટલોમાં નહીં પરંતુ મંદિરો, મઠોમાં અને ધર્મશાળામાં રહ્યા. તેમને પ્રણામ.

Leave a Reply

Your email address will not be published.