જાણો કેવી રીતે સિંહ બન્યો માતા દુર્ગાની સવારી, ખૂબ જ રસપ્રદ છે તેની કથા, વાંચો અહિં

ધાર્મિક

હિન્દુ ધર્મમાં બધા દેવી-દેવતાઓને ખૂબ આદર સાથે પૂજવામાં આવે છે. દરેકનું પોતાનું અલગ મહત્વ હોય છે. દરેક દિવસ મુજબ જુદા જુદા દેવતાઓની પૂજા કરવામાં આવે છે. દરેકની સાચા મનથી પૂજા કરવામાં આવે છે. સાથે બધા દેવી-સેવતાઓની સવારી પણ અલગ અલગ હોય છે. તેની પાછળની કથાઓ અને પ્રથાઓ પણ અલગ હોય છે. જેમ ભગવાન ગણેશ ઉંદર, કાર્તિકેય મોર તેમ માતા સરસ્વતી હંસ પર સવારી કરે છે. તેવી જ રીતે દેવી દુર્ગા સિંહ પર સવારી કરે છે.

તે સિંહ પર સવાર છે આ કરણે તેને શેરાવલીના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માતા દુર્ગાની સવારી સિંહ કેવી રીતે બન્યો. જો તમે નથી જાણતા તો અમે તમને જણાવીએ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે. પૌરાણિક કથા મુજબ માતા પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપ કરવા લાગ્યા. આ કઠોર તપને કારણે માતા પાર્વતીનો રંગ ખૂબ જ શ્યામ થઈ ગયો. એક દિવસ માતા પાર્વતી અને ભગવાન શિવ મજાકની વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ભગવાન શિવ એ મજાકથી માતા પાર્વતીને કાળી કહી દીધું હતું.

ભગવાન શિવનું આ કહેવું, માતા પાર્વતીને ખૂબ ખરાબ લાગ્યું. ત્યાર પછી માતા પાર્વતી કૈલાસ છોડીને તપ કરવામાં લીન થઈ ગયા. આ દરમિયાન એક ભૂખ્યો સિંહ દેવીને તપ કરતા જોઇને તેને ખાવાની ઇચ્છા સાથે ત્યાં પહોંચ્યો. પરંતુ દેવી પાર્વતીને તપમાં લીન જોઇને તે ત્યાં શાંતિથી બેસી ગયો. સિંહ ત્યાં બેસીને વિચારવા લાગ્યો કે જ્યારે દેવી તપમાંથી ત્યારે તે તેને પોતાનું ભોજન બનાવશે. આવી સ્થિતિમાં સિંહને રાહ જોતા ઘણા વર્ષો વીતી ગયા. ત્યાર પછી ભગવાન શિવે દેવીના તપથી પ્રસન્ન થઈને ગૌરપૂર્ણ એટલે કે ગૌરી હોવાનું વરદાન આપ્યું. ત્યાર પછી જ્યારે માતા પાર્વતી ગંગામાં સ્નાન કરવા ગયા, ત્યારે તેમના શરીરમાંથી કાળી દેવી પ્રગટ થઈ, જે કૌશિકી કહેવાયા અને માતા પાર્વતી મહાગૌરી કહેવાયા.

સિંહને આ રીતે તપનું ફળ મળ્યું: માતા પાર્વતીએ જોયું કે તપ દરમિયાન સિંહ ભૂખ્યો અને તરસ્યો તેની સાથે બેસી રહ્યો. આવી સ્થિતિમાં તેણે સિંહને પોતાનું વાહન બનાવ્યું હતું. તેનું કારણ એ હતું કે વર્ષો સુધી દેવીને ખાવાની રાહમાં તે તેના પર નજર ટકાવી રાખ્યો અને ભૂખ્યો અને તરસ્યો માતાનું ધ્યાન કરતો રહ્યો. દેવીએ તેને સિંહ તપ માન્યું અને તે સિંહને પોતાની સેવામાં લીધો, આ રીતે તે શેરોવાલીના નામથી પણ ઓળખાવા લગ્યા.

તેની સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા પણ સ્કંદ પુરાણમાં સાંભળવા મળે છે. આ કથા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેય એ દેવાસુર યુદ્ધમાં રાક્ષસ તારક અને તેના બે ભાઈઓ સિંહમુખમ અને સુરાપદનામ અસૂરોને હરાવ્યા હતા. ત્યાર પછી સિંહમુખે ભગવાન કાર્તિકેયની માફી માંગી. ત્યાર પછી ભગવાન કાર્તિકેય એ તેમને માફ કરતા સિંહ બનીને માતા દુર્ગાની સવારી બનવાના આશીર્વાદ આપ્યા. માતા તેના દરેક સ્વરૂપમાં અલગ-અલગ વાહન પર બિરાજમન છે. માતા દુર્ગા સિંહ પર સવાર જોવા મળે છે તો માતા પાર્વતી વાઘ પર.