રિયલ લાઈફમાં માતા-પુત્રી છે ટીવી ની આ 5 અભિનેત્રીઓ, નંબર 2 તો કરી ચુકી છે સાથે કામ

બોલિવુડ

ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા પરિવારો એવા છે જે એક જ ક્ષેત્રમાં કામ કરે છે. સામાન્ય જીવનમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ડોક્ટરનો પુત્ર ડોક્ટર બને છે અને એન્જિનિયરનો પુત્ર એન્જિનિયર બને છે. આવું જ કંઈક હોય છે આપણી ફિલ્મ/ઈન્ડસ્ટ્રી સાથે. કલાકારના બાળકો મોટે ભાગે આ ક્ષેત્રમાં આવવાનું પસંદ કરે છે. હિન્દી ફિલ્મી દુનિયામાં, જ્યાં કપૂર અને બચ્ચન પરિવારનું યોગદાન છે, તો ચોપરા પરિવાર ફિલ્મ મેકિંગમાં એક્ટિવ છે. ટીવી ઇન્ડસ્ટ્રીની હાલત પણ કંઈક આવી જ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ-અભિષેક, ઋષિ-રણબીર, પંકજ-શાહિદ કપૂર જેવા પિતા-પુત્રની જોડી વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ તમને જણાવી દઈએ કે પિતા-પુત્રોની જેમ ઘણી માતા-પુત્રીની જોડી પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. બોલિવૂડની માતા અને પુત્રીઓ વિશે મોટા ભાગના લોકો જાણતા હશે, પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને ટીવીની પ્રખ્યાત માતા-પુત્રીની જોડી સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

સુપ્રિયા પીલગાંવકર – શ્રિયા પીલગાંવકર: મરાઠી ફિલ્મ સુપરસ્ટાર સચિન પીલગાંવકરની પત્ની સુપ્રિયા પીલગાંવકર પણ એક જાણીતી અભિનેત્રી છે. તેમની પુત્રી શ્રિયા પણ એક્ટિંગમાં રસ ધરાવે છે. તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ફેન’માં જોવા મળી ચુકી છે.

રીમા લાગુ-મૃણમયી લાગૂ: દિવંગત અભિનેત્રી રીમા લાગૂ ઘણી હિટ ફિલ્મોમાં માતાની ભૂમિકા નિભાવી ચૂકી છે. જણાવી દઈએ કે, તેમની પુત્રી મૃણમયી પણ એક્ટિંગમાં એક્ટિવ છે. અભિનેત્રી હોવાની સાથે સાથે તે થિયેટર ડિરેક્ટર પણ છે. મૃણમયી ‘તલાશ’, ‘દંગલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

સુપ્રિયા શુક્લ-ઝનક શુક્લા: સિરીયલ ‘કુમકુમ ભાગ્ય’માં પ્રજ્ઞાની માતાની ભુમિકા નિભાવનાર અભિનેત્રી સુપ્રિયા શુક્લા કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે, તેમની પુત્રી ઝનક શુક્લા ખૂબ જ પ્રખ્યાત બાળ કલાકાર રહી ચુકી છે. તે બોલિવૂડ ફિલ્મ ‘કલ હો ના હો’ ઉપરાંત ટીવી સિરિયલ ‘કરિશ્મા કા કરિશ્મા’માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

સારિકા હસન – શ્રુતિ હસન / અક્ષરા હસન: બોલિવૂડ અભિનેત્રી સારિકા હસનની બંને પુત્રીઓ એક્ટિંગમાં હાથ અજમાવી ચુકી છે. શ્રુતિ હાસન ‘લક’, ‘રમૈયા વત્સાવૈય્યા’ અને ‘વેલકમ 2’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સાથે જ અક્ષરા ફિલ્મ ‘શમિતાભ’માં જોવા મળી હતી.

સરિતા જોશી-કેતકી દવે/પૂર્બી જોશી: સરિતાએ પ્રખ્યાત સિરિયલ ‘બા બહુ ઔર બેબી’માં’ બા’નું પાત્ર નિભાવ્યું હતું. તેમની પુત્રી કેતકી જે ‘અરરર …’ માટે પ્રખ્યાત હતી જે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવા હિટ શોમાં કામ કરી ચુકી છે. આ ઉપરાંત તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સરિતાની અન્ય એક પુત્રી છે જે કેતકી કરતા નાની છે. સરિતાની નાની પુત્રી પૂર્બી ‘કોમેડી સર્કસ’ ઉપરાંત ‘દસવિદાનિયા’ અને ‘દમાદમ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

કુલબીર ચન્ના – અહેસાસ ચન્ના: અહેસાસ ચન્ના બાળ કલાકાર તરીકે ખૂબ જ પ્રખ્યાત હતી. તે ‘કભી અલવિદા ના કહેના’, ‘માય ફ્રેન્ડ ગણેશા’ અને ‘ફૂંક’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આજકાલ તે વેબ સિરીઝમાં વધુ જોવા મળે છે. જણાવી દઈએ કે, તેમની માતા કુલબીર ચન્ના પણ એક અભિનેત્રી છે.

લિલેટ દુબે – ઇરા દુબે: લિલેટ દુબે ‘કલ હો ના હો’ અને ‘બાગબાન’ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. લીલેટની જેમ, તેની પુત્રી ઇરા પણ એક અભિનેત્રી છે અને ‘મેરીગોલ્ડ’, ‘ડિયર જિંદગી’ અને ‘આયશા’ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચુકી છે.

સ્વીટી વાલિયા – રોશની વાલિયા: ‘યે હૈ મોહબ્બતેં’, ‘બહુ હમારી રજનીકાંત’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી સ્વીટી વાલિયાની પુત્રી રોશની પણ એક અભિનેત્રી છે. તે ‘ભારત કા વીરપુત્ર – મહારાણા પ્રતાપ’નો ભાગ હતી.

કિરણ ભાર્ગવ – અંકિતા ભાર્ગવ: અભિનેત્રી અંકિતા ભાર્ગવ પ્રખ્યાત ટીવી અભિનેતા કરણ પટેલની પત્ની છે. સાથે જ તેની માતા ‘ભાગ્યવિધાતા’ જેવી સિરિયલોમાં કામ કરી ચુકી છે.