સાયકલ પર અનોખી સ્ટાઈલમાં બાળકને લઈ જતી માતા એ જીત્યું દરેકનું દિલ, લોકોએ કહ્યું- માતાથી વધારે કોઈ નહિં

વિશેષ

એક માતા તેના બાળકને ખૂબ પ્રેમ કરે છે. તેની ખુશી અને સુરક્ષા માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તે ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાં જીવન પસાર કરે, પરંતુ તે તેના બાળકોની ખુશીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેને કોઈ તકલીફ થવા દેતી નથી. તેનું તાજું ઉદાહરણ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોના રૂપમાં વાયરલ થઈ રહ્યું છે.

સાઈકલ પર બાળકને લઈ જનાર માતાએ જીત્યું દરેકનું દિલ: ખરેખર, આ દિવસોમાં એક ગરીબ માતા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે. આ માતા સાયકલ પર તેના બાળકને ક્યાંક લઈ જઈ રહી છે. પરંતુ તેણે જે રીતે બાળકને સાઈકલ પાછળ બેસાડ્યો છે તે દરેકનું દિલ જીતી રહ્યું છે. નાના બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેથી જો તેમને સાયકલની પાછળ બેસાડવામાં આવે તો તે નીચે પણ પડી શકે છે.

હવે એક ગરીબ માતા પાસે ઓટો અથવા કાર ખરીદવાના પૈસા નથી હોતા. અને ન તો તેમની પાસે સ્કૂટી હોય છે. તે માત્ર એક સાયકલ જ ખરીદી શકે છે. તે પણ કદાચ સેકન્ડ હેન્ડ હોઈ શકે છે. તેણે સાયકલ પર જ પોતાના બાળકોને લઈ જવાના હોય છે. આવી સ્થિતિમાં તેણે બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાયકલની પાછળ ખુરશી બાંધી દીધી. હવે આ ખુરશી પર તેનું નાનું બાળક ખૂબ જ આરામથી અને સુરક્ષિત રીતે બેઠું છે.

લોકોએ કહ્યું- માતા જેવું કોઈ નહિં: માતા અને પુત્રના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો @ysathishreddy નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક માતા તેના બાળકની સુરક્ષા માટે કંઈ પણ કરી શકે છે.’ આ વીડિયો જોયા પછી અન્ય લોકોએ પણ પોતાનું રિએક્શન આપ્યું છે. એક વ્યક્તિએ લખ્યું ‘મા જેવું કોઈ નથી હોતું.’ અન્યએ કહ્યું ‘માતા સૌથી પ્રેમાળ હોય છે. જો તે ન હોય તો બાળકનું ભવિષ્ય અંધકારમાં હોય છે.’

એક અન્ય વ્યક્તિ લખે છે, ‘તમારી માતાને હંમેશા પ્રેમ કરો. તે તમારું બાળપણમાં ધ્યાન રાખે છે. તમારી ફરજ છે વૃદ્ધાવસ્થામાં તેમનું ધ્યાન રાખવું.’ પછી એક કમેન્ટ આવે છે, ‘આ વીડિયો જોઈને મને મારી માતા યાદ આવી ગઈ. તે પણ મારી ખુશી અને સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખતી હતી.’ બસ આવી જ રીતે માતાની પ્રસંશામાં અન્ય ઘણી કમેંટ્સ આવવા લાગી.