ઘરમાં જરૂર રાખો મોરપીંછ, આ 5 અચૂક ફાયદાઓ આજે જ બદલશે તમારું જીવન

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રી કૃષ્ણની પ્રિય ચીજ મોરપીંછના ઉપાય કરવાથી મોટી મુશ્કેલીઓથી પણ છુટકાઅરો મેળવી શકાય છે. શ્રીકૃષ્ણનું પ્રિય મોરપીંછ જેટલું વધુ જોવામાં સુંદર છે તેનાથી ઘણું વધુ તે પ્રભાવશાળી પણ છે. તેના વગર શ્રી કૃષ્ણજીની પૂજા અધૂરી રહે છે. જો કે, ઘરમાં મોરપીંછ રાખવાથી ખરાબ શક્તિઓનો પણ નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રી કૃષ્ણની પ્રિય ચીજ મોરપીંછનો ઉપાય કરવાથી મોટી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે. ચાલો જાણીએ મોરપીંછ સાથે જોડાયેલા ટોટકા વિશે.

દુશ્મન પર જીત: જો તમે કોઈ ખાસ વ્યક્તિથી પરેશાન છો તો મંગળવાર અથવા શનિવારે મોરના પીંછા પર સિંદૂરથી હનુમાનજીના મસ્તકના સિંદુર વડે તેનું નામ લખો. રાતભર તેને પૂજા સ્થળ પર રાખો અને પછી આગળની સવારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. ધ્યાનમાં રાખો કે, આ પ્રક્રિયા ગુપ્ત રીતે કરો. આ ઉપાયથી દુશ્મન પણ મિત્ર બની જાય છે.

ધન લાભ: ધનલાભ માટે એક મોરપીંછનો ઉપાય ખૂબ અસરકારક છે. તેના માટે રાધાકૃષ્ણ મંદિરમાં મોર પીંછ સ્થાપિત કરો. દરરોજ તેની પૂજા કરો અને પછી 40 દિવસ પછી તેને તમારી તિજોરી અથવા સંપત્તિની જગ્યાએ રાખો. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ સાથે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ જશે.

કાલ સર્પ દોષ: પૌરાણિક માન્યતાઓ મુજબ, શ્રી કૃષ્ણએ પણ કાલ સર્પ દોષથી છુટકારો મેળવવા માટે મુગટમાં મોરપીંછ ધારણ કર્યું હતું. મોરની સાપ સાથે દુશ્મનાવટ હોય છે, તેથી કાલ સર્પ દોષથી પીડિત લોકોએ 7 મોરપીંછ ઓશીકાના કવરમાં રાખીને તેના પર સૂવું જોઈએ. આ ઉપાય કાલ સર્પ દોષને દૂર કરવામાં અસરકારક છે.

ગ્રહ શાંતિ: ગ્રહોના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે જે ગ્રહ પીડિત છે તેના 21 વખત મંત્રના જાપ કરીને મોરપીંછ પર પાણીનો છંટકાવ કરો. ત્યાર પછી, તેને પૂજા સ્થાન પર રાખી દો, થોડા દિવસોમાં ચમત્કારિક પરિણામ જોવા મળશે.

નજરદોષ: નવજાત બાળકોને ખૂબ નજર લાગે છે, આવી સ્થિતિમાં બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે ચાંદીની તાવીજમાં મોરનું પીંછું મૂકી તેને માથા પર રાખો. તેનાથી ડર પણ દૂર થશે.