બોલીવુડની આ કપલ પોતાની ફિલ્મોથી વધુ લગ્નની અફવાઓને કારણે રહે છે ચર્ચામાં, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા કંઈકને કંઈક ચાલતું રહે છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. બોલિવૂડમાં ક્યારે ક્યો ટ્રેંડ શરૂ થઈ જાય કોઈને કંઈ જાણ નથી હોતી. એક સમય હતો જ્યારે અભિનેત્રીથી લઈને અભિનેતા સુધી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહીને લગ્ન કરતા ન હતા. જો કોઈ લગ્ન કરી લે તો પોતાના લગ્નના સમાચાર દુનિયાભરથી છુપાવીને રાખતા હતા. તેનું સૌથી મોટું કારણ એ હતું કે લગ્ન પછી તેની ઈમેજને નુકસાન ન પહોંચી શકે છે. લોકો તેમને પસંદ નહીં કરે. અથવા યુવાનોમાં તેમની પબ્લિસિટી ઘટી જશે. પરંતુ હવે બધું બદલાઈ ચુક્યું છે.

આપણે આજની વાત કરીએ તો જેટલા પણ બોલીવુડ સ્ટાર છે તેમણે પોતાની કારકિર્દીના પીક પર અથવા હિટ થતાની સાથે લગ્ન કરી લીધા છે. દીપિકા, કરીના, અનુષ્કા, શાહિદ કપૂર, વરુણ ધવન જેવા ટોપ કલાકારો તેમના ઉદાહરણ છે. આ બધાએ તેમની કારકિર્દીની વચ્ચે દુનિયાની સામે લગ્ન કર્યા છે. હવે તે માત્ર પોતાની કારકિર્દીને જ આગળ વધારી રહ્યા નથી પરંતુ સાથે જ પરિવારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

આ દિવસોમાં બોલિવૂડમાં આલિયા ભટ્ટ-રણબીર કપૂર અને કેટરિના કૈફ-વિકી કૌશલના લગ્નની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંને કપલ ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે હજુ સુધી તેમાંથી કોઈના પણ લગ્નની પુષ્ટિ થઈ નથી. પરિવાર અથવા નજીકના મિત્રો કોઈએ તેના વિશે જણાવ્યું નથી. પરંતુ સૂત્રોનું માનીએ તો આ બંને કપલ લગ્નની તૈયારી કરી રહી છે.

તાજેતરમાં જ આલિયાની માતા સોની રાઝદાને પુત્રીના લગ્નને લઈને ચાલી રહેલી અફવાઓ અને સમાચારો વચ્ચે કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે આ બંને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે. હું પણ કોઈ માહિતીની રાહ જોઈ રહી છું. અત્યારે તેના માટે ઘણો સમય બાકી છે. અત્યારે આ લગ્ન ખૂબ દૂર છે, તે ક્યારે થશે, તેની જાણ નથી. એ જાણવા માટે તમારે આલિયાના એજન્ટને ફોન કરવો પડશે. પરંતુ કદાચ તેના એજન્ટને પણ ખબર ન હોય.

આ સાથે જ રણબીરના કાકા રણધીર કપૂરે પણ આ બંનેના લગ્ન અંગે અજાણતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેને રણબીરના લગ્ન વિશે તેમને કોઈ માહિતી નથી. જણાવી દઈએ કે આલિયા અને રણબીરનો પ્રેમ ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટથી શરૂ થયો હતો. આ ફિલ્મ હજુ સુધી સામે આવી નથી, પરંતુ આલિયા અને રણબીરના પ્રેમની ચર્ચા લગ્ન સુધી પહોંચી ગઈ છે.

સાથે જ વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નના સમાચાર વચ્ચે, કેટરીના કૈફે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ બધા સમાચાર ખોટા છે. આવા સમાચાર કેવી રીતે ફેલાઈ છે, આ સવાલ હું પોતે પણ છેલ્લા 15 વર્ષથી પૂછી રહી છું. આ પ્રકારના સમાચાર એક ટ્રેન્ડ બની ચુક્યા છે. જણાવી દઈએ કે મીડિયામાં આ બંનેની પહેલા સગાઈ પછી રોકા અને હવે લગ્નની અફવાઓ ઘણા દિવસોથી ફેલાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ડિસેમ્બરમાં લગ્ન કરશે. કેટરીના ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો વેડિંગ ડ્રેસ પહેરશે. તેમના લગ્નનું સ્થળ પણ પસંદ કરવામાં આવ્યું છે.