આ દિવસથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, આ રીતે કરો શિવજીની પૂજા, થઈ જશે દરેક ઈચ્છા પૂર્ણ

ધાર્મિક

શ્રાવણ મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શિવ સાથે જોડયેલો છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં આવતા સોમવારનું જે લોકો વ્રત રાખે છે. તે લોકોની શિવજી દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનો સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. આ વખતે શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. જે 22 ઓગસ્ટ 2021 સુધી ચાલશે. શ્રાવણ મહિનાના સોમવારે વિશેષ રીતે શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો વ્રત પણ રાખે છે. આ વખતે શ્રાવણ મહિનામાં કુલ 4 સોમવાર આવનાર છે.

આ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો શ્રાવણના સોમવારે જો કુંવારા લોકો ભગવાન શિવની પૂજા કરે છે, તો તેમને સાચો જીવનસાથી મળે છે. બીજી તરફ જો પરિણીત લોકો શિવની પૂજા કરે છે. તો જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ રહે છે.

શ્રાવણ મહિના સાથે જોડાયેલી પૌરાણીક કથા: મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. પૌરાણીક કથા મુજબ દેવી સતીએ દરેક જન્મમાં મહાદેવને તેમના પતિ તરીકે મેળવવાના પ્રણ લીધા હતા. તેના બીજા જન્મમાં દેવી સતીએ હિમાલય રાજના ઘરમાં તેમની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો હતો. પાર્વતીએ શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર વ્રત કર્યું હતું અને તેમની પૂજા કરી હતી. તેમની પૂજાથી પ્રસન્ન થઈને શિવજી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા. ત્યારથી મહાદેવને આ મહિનો ખૂબ જ પ્રિય બની ગયો. એવું કહેવામાં આવે છે કે જે લોકો શ્રાવણ મહિના દરમિયાન શિવની પૂજા કરે છે. તે લોકોને ઈચ્છિત જીવનસાથી મળે છે. જીવનમાં પ્રેમની અછત નથી થતી. તેથી કહેવામાં આવે છે કે સાચો જીવન જીવનસાથી મેળવવા માટે શ્રાવણ મહિના દરમિયાન શિવની પૂજા કરવી જોઈએ. જે લોકો આ મહિનામાં શિવજીની પૂજા કરે છે. તેમની પ્રાર્થના શિવજી ટૂંક સમયમાં સાંભળે છે અને દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આ જ કારણ છે કે આ મહિનો મહાદેવની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે.

ક્યારે ક્યારે આવી રહ્યા છે સોમવાર: આ વખતે શ્રાવણ મહિનામાં પહેલો સોમવાર 26 જુલાઇએ આવી રહ્યો છે. બીજો સોમવાર 2 ઓગસ્ટના રોજ, ત્રીજો સોમવાર 9 ઓગસ્ટના રોજ અને ચોથો સોમવાર 16 ઓગસ્ટના રોજ આવશે.

આ રીતે કરો પૂજા: સોમવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી મંદિરે જઈને શિવની પૂજા કરો. પૂજા કરતી વખતે પહેલા શિવને જળ ચળાવો અને ત્યાર પછી દૂધથી સ્નાન કરાવો. ત્યાર પછી ફરીથી શિવલિંગ પર જળ ચળાવો.

હવે ફૂલ અને બિલિ પત્ર શિવજીને અર્પણ કરો અને ચંદનથી તેમનો અભિષેક કરો. શિવજી સાથે જોડાયેલા મંત્રોના જાપ કરો. આ રીતે દર સોમવારે તેમની પૂજા કરો. જો વ્રત રાખો છો તો માત્ર રાતે જ ભોજન કરો. ભોજનમાં માત્ર ખીર અને રોટલી જ ખાઓ. આ ઉપરાંત દૂધ પણ પી શકો છો.