ભારતમાં મળ્યો મંકીપોક્સનો પહેલો દર્દી, જાણો કોરોનાથી કેટલો ખતરનાક છે આ વાયરસ, અને ક્યા છે તેના લક્ષણો

હેલ્થ

દુનિયા હજુ પણ કોરોના મહામારીના પ્રકોપમાંથી બહાર આવી શકી નથી કે હવે એક નવા વાયરસે દરેકના નાકમાં દમ કરી દીધો છે. આ વાયરસનું નામ છે મંકીપોક્સ. ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની એક હાઈ લેવલ ટીમ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મોકલી છે.

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે 35 વર્ષના એક વ્યક્તિ તાજેતરમાં જ વિદેશથી પરત ફર્યા હતા. તેમાં મંકીપોક્સના લક્ષણ જોવા મળ્યા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવતાની સાથે જ ઘણા લોકોના મનમાં ડર બેસી ગયો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મંકીપોક્સના લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે, આપણે એ પણ જાણીશું કે આ વાયરસ કેટલી ઝડપથી ફેલાય છે અને તે કેટલો ખતરનાક છે.

આ છે મંકીપોક્સના લક્ષણો: AIIMSના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર પીયૂષ રંજન મુજબ મંકીપોક્સના કેટલાક લક્ષણો આ મુજબ છે. તેના પ્રારંભિક લક્ષણોમાં તાવ આવવો અને લિંફ નોડ્સનું મોટું લાગવું છે. મંકીપોક્સના લક્ષણો સ્માલપોક્સ અને ચિકનપોક્સ જેવા જ છે. વાયરસના સંપર્કમાં આવ્યા પછી 1 થી 5 દિવસની અંદર, દર્દીના ચહેરા, હથેળીઓ અને તળિયા પર ફોલ્લીઓ થઈ શકે છે. મંકીપોક્સને કારણે આંખના કોર્નિયામાં ફોલ્લીઓ પણ દેખાઈ શકે છે. તે આગળ જઈને તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે. આ વાયરસને કારણે માથાનો દુખાવો, હાથ-પગમાં દુખાવો અને કોષોમાં સોજો આવવો ખૂબ જ સામાન્ય છે.

આ રીતે ફેલાય છે મંકીપોક્સ: સૌથી રાહતની વાત એ છે કે મંકીપોક્સ કોરોનાની જેમ ઝડપથી ફેલાતો નથી. આફ્રિકન દેશોમાં જોવા મળતો આ વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે, જેના કારણે તેને ઝૂનોટિક ડિસીઝ પણ કહેવામાં આવે છે. આ વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. પરંતુ હવે માણસથી માણસમાં પણ તેનું ટ્રાંસમિશન જોવા મળ્યું છે.

જો કે આ મંકીપોક્સથી સંક્રમિત દર્દીના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી જ તે ફેલાય છે. તે રેસ્પિરેટ્રી ડ્રોપલેટ અને બોડી ફ્લૂઈડ દ્વારા ફેલાય છે. યોગ્ય સમય પર દર્દીને આઈસોલેટ કરવા પર અન્ય લોકો તેની ચપટમાં આવવાથી બચી શકે છે. સામાન્ય રીતે આ બીમારી 4 અઠવાડિયામાં પોતાની રીતે જ દૂર થઈ જાય છે.

મંકીપોક્સથી કેટલો ખતરો છે? AIIMSના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર પીયૂષ રંજન મુજબ આ વાયરસથી ડરવાની જરૂર નથી. અત્યાર સુધી થયેલા સંશોધનમાં તેનો કેસ ફર્ટીલિટી રેટ ઓછો મળ્યો છે. પરંતુ તે કોવિડ વાયરસની સરખામણીમાં બાળકો માટે વધુ ખતરનાક બની શકે છે. શીતળા જેવા લક્ષણો આપતો આ રોગ સૌથી પહેલા 1970માં આફ્રિકન દેશોમાં જોવા મળ્યો હતો. ત્યારે તે માત્ર ત્યાં જ સીમિત હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના કેસ અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યા છે.