સ્કૂલમાં દરરોજ બાળકો સાથે ક્લાસ અટેંડ કરવા આવે છે વાંદરો, થોડા સમય સુધી ટીચરને સાંભળ્યા પછી…….. જુવો આ ફની વીડિયો

વિશેષ

ઈન્ટરનેટની દુનિયા પર અવારનવાર વિવિધ પ્રકારના વિડીયો આપણને જોવા મળે છે. તેમાંથી કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે લોકો પોતાના હાસ્યને કંટ્રોલ કરી શકતા નથી. સાથે જ કેટલાક વીડિયો એવા પણ હોય છે, જેને જોયા પછી દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. આ દરમિયાન એક વીડિયો ઝારખંડના હજારીબાગ જિલ્લામાંથી સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ ઝારખંડ-બિહાર બોર્ડર પર હેડક્વાર્ટરથી 13 કિમી દૂર પઠાર અને પહાડોની વચ્ચે આવેલી સ્કૂલ દનુઆની બાબત છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં અભ્યાસ માટે એક વાંદરો પહોંચી રહ્યો છે.

આ જ કારણ છે કે હવે વાંદરાની પ્રવૃત્તિઓ કુતૂહલનો વિષય બની ગઈ છે. આ વાંદરો ક્લાસમાં બાળકો સાથે અભ્યાસ કરે છે. સ્થાનિક લોકો પણ આ વિચિત્ર ઘટનાથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ક્લાસથી લઈને સ્કૂલ ઑફિસ સુધી તેમની હાજરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ક્લાસમાં ઘુસીને બેસી જાય છે વાંદરો: આ બાબતને લઈને સ્કૂલના પ્રિંસિપલ રતન કુમાર વર્મા દ્વારા કહેવામાં આવ્યું કે “વાંદરાના આગમનથી બાળકો અને શિક્ષકો ગભરાઈ જાય છે.” તેમણે કહ્યું, “ગયા શનિવારે પણ વાંદરો આવ્યો અને પછી નવમા ક્લાસમાં બેસીને ક્લાસમાં ભણાવી રહેલા ટીચરને ધ્યાનથી સાંભળતો રહ્યો. રવિવારની રજા હતી, ત્યાર પછી સોમવારે ફરીથી સ્કૂલ એ પહોંચી ગયો. તે વારાફરતી તમામ ક્લાસમાં ગયો. મંગળવારે સવારે 10:00 વાગ્યે આવ્યો અને સાતમા ધોરણમાં આવ્યો અને આગળની બેંસ પર બેસી ગયો. જ્યારે બાળકો અને શિક્ષકો ભગાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વાંદરો ગુસ્સે થઈ જાય છે.”

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાંદરો દરરોજ સ્કૂલમાં આવે છે અને બાળકો સાથે બેસે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે તે ટીચરની વાત પણ ખૂબ ધ્યાનથી સાંભળે છે. જ્યારે બાળકો કોપીમાં લખે છે, ત્યારે તે તેમને ધ્યાનથી નિહાળવા લાગે છે. આટલું જ નહીં પરંતુ જ્યારે શિક્ષક તેને જવા માટે કહે છે તો તે જવાની મનાઈ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળકો મેદાનમાં હોય છે ત્યારે તે પણ ત્યાં આવીને ઉભો રહે છે. બધા બાળકો તેને સારી રીતે ઓળખે છે અને તે લંગુર કોઈને પરેશાન પણ નથી કરતા.

પ્રિંસિપલ રતન કુમાર વર્માએ વિદ્યાલય પરિવારની સુરક્ષા માટે વન વિભાગને વાંદરાને પકડવા માટે વિનંતી પણ કરી. આ દરમિયાન ગૌતમ બુદ્ધ વન્યજીવ અભયારણ્યના વનકર્મીઓ શાળાએ પહોંચ્યા હતા. વાંદરાને પકડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ વાંદરાને પકડી શકાયો નહિં. આ વાંદરાની સ્કૂલમાં આવવાની ચર્ચા દૂર-દૂર સુધી થઈ રહી છે. વન વિભાગ પણ વાંદરાને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ લંગુર તેના હાથમાં આવ્યો નથી. બુધવારે પણ તે સમયસર શાળાએ પહોંચ્યો હતો. હાલમાં સ્કૂલમાં વાંદરાનું આગમન કુતુહલનો વિષય બન્યો છે.