સવાર-સવાર માં કરી લો દૂધ અને મની પ્લાંટના આ ટોટકા, મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી ક્યારેય પૈસાની અછત થતી નથી. પરંતુ ઘણી વખત લોકો ઘરમાં મની પ્લાન્ટ તો લગાવી લે છે, પરંતુ છતાં પણ તેમની પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ હલ થતી નથી. જો તમારા ઘરે પણ મની પ્લાંટ હોવા છતાં પૈસાની સમસ્યા આવતી રહે છે તો ચિંતા ન કરો. આજે અમે તમને મની પ્લાન્ટ અને દૂધનો એક સુંદર ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

દૂધ અને મની પ્લાન્ટ વચ્ચે શું છે સંબંધ: મની પ્લાન્ટ ને લોકો ઘરમાં પૈસાની આવક વધારવા માટે લગાવે છે. સાથે જ માતા લક્ષ્મીને પણ ધનની દેવી કહેવામાં આવે છે. જો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા છે તો તેમને ભોગમાં દૂધથી બનેલી મીઠાઈઓ ચળાવવામાં આવે છે. તેથી, જો તમે મની પ્લાન્ટ સાથે દૂધનો ઉપાય કરશો, તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે. ત્યાર પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની સમસ્યા નહીં આવે.

જો તમારા મનમાં કોઈ ઈચ્છા દબાયેલી છે તો તમે મની પ્લાન્ટ અને દૂધનો એક ખાસ ઉપાય કરીને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરી શકો છો. તેના માટે તમારે દરરોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરીને મની પ્લાન્ટમાં થોડું કાચું દૂધ ચળાવવું જોઈએ. આ દૂધ ચળાવતી વખતે તમારા મનની ઈચ્છા પણ કહો. તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.

પૈસાની આવક વધારવાના ઉપાય: જો તમે જલ્દીથી અમીર બનવા ઈચ્છો છો અને ઘરમાં પૈસાની આવક વધારવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે. દરરોજ સવારે ઉઠીને સૂર્યોદય પહેલા મની પ્લાન્ટમાં દૂધ મિશ્રિત પાણી ચળાવો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કોઈ કમી નહીં આવે. ઘરમાં અઢળક પૈસા આવશે. પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે.

અટકેલા પૈસા મેળવવાના ઉપાય: જો તમારા પૈસા ક્યાંક અટકેલા છે તો આ ઉપાય કરો. સોમવારના દિવસે સફેદ કાગળ લો. તેના પર તે વ્યક્તિનું નામ લખો જેની પાસે તમારા પૈસા અટકેલા છે. ત્યાર પછી કાગળને ફોલ્ડ કરો. હવે આ કાગળ પર દૂધના થોડા છાંટા છાંટો. પછી આ કાગળને મની પ્લાન્ટના મૂળમાં દબાવી દો. આમ કરવાથી તમને તમારા અટકેલા પૈસા પરત મળી જશે.

ચોરી કરીને ન લગાવો મની પ્લાંટ: ઘણા લોકોના મનમાં આ એક ગેરસમજ પણ છે કે મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવો યોગ્ય છે. જો કે વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. તેથી તેના વિશે ક્યારેય વિચારો પણ નહીં. જોકે ચોરીની ચીજ ક્યારેય લાભ આપતી નથી. આ ઉપરાંત કાચની બોટલમાં પણ મની પ્લાન્ટ લગાવવાથી બચો.