આ 4 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા, તેમને તમારા પૈસા આપવાની ન કરો ભૂલ

ધાર્મિક

‘પૈસા’ એક એવી ચીજ છે કે થોડી માત્રામાં હોવા છતાં પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને અમીર બની શકીએ છીએ. બીજી બાજુ, જો પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો અમીર વ્યક્તિ પણ કરોડો રૂપિયા હોવા છતાં રસ્તા પર આવી શકે છે. આ વાતનો ઉલ્લેખ મહાત્મા વિદુર દ્વારા જણાવવામાં આવેલી નીતિઓમાં જોવા મળી છે.

મહાત્મા વિદૂરે પોતાની નીતિઓમાં 4 એવા લોકો વિશે જણાવ્યું છે, જેમના હાથમાં જો પૈસા આપવામાં આવે તો તે એક ક્ષણમાં નાશ થઈ જાય છે. મતલબ કે આ ચાર લોકો પાસે ક્યારેય પૈસા ટકતા નથી. તેઓ તેનો ખર્ચ કરે છે અથવા નાશ કરે છે. “યાર્થા: સ્ત્રીષુ સમાયુક્તાઃ પ્રમત્તપતિતેષુ ચ। યે ચાનાર્યે સમાસક્તાઃ સર્વે તે સંશયં ગતાઃ॥”

સ્ત્રી: વિદુર નીતિ મુજબ ક્યારેય મહિલાના હાથમાં પૈસા આપવા ન જોઈએ. જો સ્ત્રીને કોઈ ચીજવસ્તુની જરૂર હોય, તો તે ચીજ પુરુષોએ ખરીદીને લાવવી જોઈએ. તેનું કારણ એ છે કે સ્ત્રીના હાથમાં પૈસા ક્યારેય પણ ટકતા નથી. તે વ્યર્થ ખર્ચ વધુ કરે છે.

આળસુ વ્યક્તિ: વિદુર નીતિ કહે છે કે આળસુ વ્યક્તિને પણ પૈસા ભૂલથી પણ ન આપવા જોઈએ. જો તમે આવું કરો છો, તો તમારી સંપત્તિને જ નુકસાન થશે. આળસુ વ્યક્તિને મહેનત દ્વારા મેળવેલા પૈસાની કદર નથી હોતી. તેઓ તેને બરબાદ કરે છે.

પાપી વ્યક્તિ: વિદુર નીતિ મુજબ કોઈ પાપી કે ખોટું કામ કરનાર વ્યક્તિના હાથમાં પૈસા ન આપવા જોઈએ. તે આ પૈસાનો હંમેશાં દુરૂપયોગ કરશે. આવા લોકો ખોટા કાર્યોમાં પૈસા ખર્ચ કરે છે. તેથી, જો તમે તમારા પૈસા બરબાદ થવાથી બચાવવા ઈચ્છો છો તો પાપી લોકોને પૈસા ભૂલથી પણ ન આપો.

અધર્મી પુરુષ: વિદુર નીતિમાં કહેવામાં આવ્યું છે કે અધર્મી પુરુષના હાથમાં પૈસા મૂકવાની ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ. તેનું કારણ એ છે કે પોતાના કર્મોથી નિમ્ન વ્યક્તિ બધા પૈસા ખોટા કાર્યોમાં જ ખર્ચ કરે છે. આવા વ્યક્તિને પૈસા ન આપવા જ સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published.