જો તમારા પર્સમાં નથી ટકી રહ્યા પૈસા તો, કરો આ ચમત્કારિક ઉપાય હંમેશા પૈસાથી ભરેલું રહેશે તમારું પર્સ

ધાર્મિક

પૈસા કમાવવા માટે દરેક વ્યક્તિ રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ પૈસા ઘણા લોકોના પર્સમાં ટકી શકતા નથી અને આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થાય છે. તો તમે નીચે જણાવેલા ઉપાય કરો. આ ઉપાય કરવાથી પૈસા તમારા પર્સમાં ટકવા લાગશે અને સરળતાથી તમે પૈસા ભેગા કરી શકશો.

રાખો માતા લક્ષ્મીની તસવીર: માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાની અછત થતી નથી. તેથી તમારે તમારા પર્સમાં માતા લક્ષ્મીની તસવીર રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા પર્સમાં પૈસા ટકી રહેશે અને ખર્ચ નહિં થાય.

રાખો ચોખા: જે લોકોનું પર્સ હંમેશાં ખાલી રહે છે તે લોકો પોતાના પર્સની અંદર ચુટકીભર ચોખા રાખો. ચોખા રાખવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે અને જીવનમાં પૈસાની અછત નહીં આવે.

રુદ્રાક્ષ રાખો: રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર ચીજ માનવામાં આવે છે અને જો તેને પર્સમાં રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે. તેથી જો તમે ઈચ્છો છો, તો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખી શકો છો. જો કે રુદ્રાક્ષને પર્સમાં રાખતા પહેલા તેને શિવલિંગ પર અર્પણ કરો અને ત્યાર પછી તેને પર્સમાં મૂકો.

હળદર: તમે થોડી હળદર માતા લક્ષ્મીને ચળાવ્યા પછી તમારા પર્સમાં રાખો. આ ઉપાય કરવાથી પર્સ ક્યારેય પણ ખાલી નહિં રહે અને પૈસાથી ભરેલું હશે. જો કે આ ઉપાય કરવા માટે, પીળી હળદરને બદલે કાળી હળદરનો ઉપયોગ કરો.

સોના અથવા ચાંદીનો સિક્કો: સોના અથવા ચાંદીનો સિક્કો જો પર્સમાં રાખવામાં આવે તો બરકત થાય છે અને પર્સ પૈસાથી ભરેલું રહે છે. તેથી તમે સોના અથવા ચાંદીનો નાનો સિક્કો પણ તમારા પર્સમાં રાખી શકો છો. આ સિક્કો પર્સમાં રાખતા પહેલા તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો. ત્યાર પછી તેના પર કંકુ લગાવીને તેને પોતાના પર્સમાં રાખો.

કાચનો ટુકડો: શાસ્ત્રોમાં કાચને શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કાચનો ટુકડો પર્સમાં રાખવામાં આવે તો અટકેલા પૈસા ટૂંક સમયમાં મળી જાય છે અને પૈસામાં વધારો થાય છે.

પર્સમાં ભૂલથી પણ આ ચીજો ન રાખો: પર્સની અંદર કાગળ ન રાખો. ઘણી વખત આપણે બિલને સંભાળીઓને આપણા પર્સની અંદર રાખીએ છીએ, જે યોગ્ય નથી અને આ કરવાથી પર્સમાં પૈસા ટકતા નથી. પર્સની અંદર લોખંડની ચીજો રાખવી શ્રેષ્ઠ માનવામાં આવતું નથી અને આ કરવાથી પૈસાનું નુક્સાન થાય છે. પૈસાની અંદર ફાટેલી નોટ ન રાખો. જો તમારું પર્સ ફાટેલું છે તો તેને તરત બદલી દો.