સોમવારના દિવસે કરો આ 5 ચીજોનું દાન, દૂર થઈ જશે તમારી બધી સમસ્યાઓ

ધાર્મિક

જીવન મુશ્કેલીઓથી ભરેલું રહે છે. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરંતુ ફરક માત્ર એટલો છે કે કોઈ પાસે આ મુશ્કેલીઓ આવીને ટૂંક સમયમાં જ દૂર થઈ જાય છે તો કોઈ વ્યક્તિને આ મુશ્કેલીઓ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. આવું તમારા ગ્રહોની ખરાબ સ્થિતિ અથવા ખરાબ નસીબને કારણે થઈ શકે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારે સોમવારે કેટલીક ખાસ ચીજોનું દાન કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ દાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તમે જેટલું વધુ દાન કરશો ભગવાનના આશીર્વાદ અને લોકોની દુવાઓ તમારા નસીબને તેટલું જ મજબૂત બનાવશે. તો આવી સ્થિતિમાં આજે અમે તમને સોમવારના દિવસે દાન કરવાનું મહત્વ જણાવીશું. સાથે તમને એ પણ જાણાવીશુ કે આ દિવસે કઈ ચીજોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

દૂધ દાન: સોમવારે દૂધ અથવા છાશ, પનીર, ઘી, પ્રસાદ અથવા અન્ય ચીજોનું દાન કરવું ખૂબ ફાયદાકારક છે. જેમ કે તમે બધા જાણો છો હિન્દુ ધર્મ અનુસાર સોમવાર એ ભોલેનાથનો દિવસ છે. શિવજીને દૂધ પસંદ છે. ઘણા લોકો દૂધથી શિવલિંગનો અભિષેક પણ કરે છે. તેથી આ દિવસે ગરીબોમાં દૂધ વહેંચવું તમારા માટે સારું નસીબ લાવી શકે છે.

સફેદ રંગના કપડા: સોમવારે સફેદ રંગના કપડાંના દાનનું પણ તેનું પોતાનું ખાસ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે સફેદ કપડાં કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને દાનમાં આપવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ તમારા પર દેવતાઓના આશીર્વાદ રહે છે. જોકે તમે આ વાતનું ધ્યાન રાખો કે સફેદ કપડા કોઈ સૌભાગ્વતી મહિલાને દાન ન કરો. પરંતુ કોઈ પુરુષને સફેદ કપડા દાનમાં આપો.

શિવ મંદિરમાં ચળાવો: સોમવારે ભોલેનાથ ભક્તોની પ્રાર્થનાઓ ઝડપથી સાંભળે છે. તેથી તેમને પ્રસન્ન કરવા માટે, તમારે આ દિવસે શિવ મંદિરમાં કોઈ ચીજ જરૂર દાન કરવી જોઈએ. આ મંદિરની કોઈપણ સામગ્રી હોઈ શકે છે, પૈસા પણ હોઈ શકે છે અથવા પ્રસાદી પણ ચળાવી શકાય છે. આ કરવાથી તમારું દુર્ભાગ્ય સમાપ્ત થવા લાગે છે. તમારે દર સોમવારે શિવ મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ.

બાળકોને ગિફ્ટ: સોમવારે બાળકોને ગિફ્ટ આપવી પણ ફાયદાકારક છે. તેનાથી તમારા પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. તમે માત્ર તમારા બાળકોને જ નહીં, પરંતુ કોઈપણ ગરીબ બાળકોને પણ ગિફ્ટ આપી શકો છો. આ ગરીબ બાળકોને પૈસા, ખાવાની ચીજો, રમકડા જેવી ચીજો ગિફ્ટ સ્વરૂપમાં આપી શકાય છે.

ચાંદી: ચાંદીનું દાન કરવું એ દરેકના બસની વાત નથી. જોકે તમે ચાંદીથી બનેલી નાની નાની ચીજોનું પણ દાન કરી શકો છો. તે તમારા ખિસ્સા પર ભારે નહીં પડે. આ ચાંદીની ચીજો તમે મંદિરમાં, કોઈ બ્રાહ્મણને અથવા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકો છો. આ તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ હલ કરશે.

6 thoughts on “સોમવારના દિવસે કરો આ 5 ચીજોનું દાન, દૂર થઈ જશે તમારી બધી સમસ્યાઓ

Leave a Reply

Your email address will not be published.