‘મોહરા’ ફિલ્મમાં રવીના પહેલા આ અભિનેત્રી હતી મુખ્ય અભિનેત્રી, 5 દિવસના શૂટિંગની અંદર થઈ ગયું હતું તેનું મૃત્યુ

બોલિવુડ

‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ આ ગીત તમે બધાએ સાંભળ્યું જ હશે. આ 27 વર્ષ પહેલાં 1 જુલાઈ 1994 ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘મોહરા’ નું ગીત હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, રઝા મુરાદ, નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મ બોક્સ પર સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ, સ્ટોરી અને ગીત બધાને લોકોનો ઘણો પ્રેમ મળ્યો.

રવીના ટંડન આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હતી, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે મોહરા ફિલ્મમાં પહેલા એક બીજી પ્રખ્યાત હિરોઇન કાસ્ટ થઈ હતી. જો કે 5 દિવસના શૂટિંગ પછી અભિનેત્રીનું રહસ્મય રીતે મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી રવિનાને તક આપવામાં આવી. તો તે કઈ અભિનેત્રી હતી જેનું ફિલ્મ શૂટિંગ દરમિયાન મૃત્યુ થયું હતું, તે જાણવા માટે છેલ્લે સુધી બની રહો. આજે આ અભિનેત્રીના નામની સાથે અમે તમને મોહરા ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો પણ જણાવવા જઈ રહ્યા છીએ.

મોહરા ફિલ્મ નું પ્રખ્યાત ગીત ‘ન કજરે કી ધાર’ પંકજ ઉદાસે ગાયું છે. જોકે આ ગીત પહેલા મુકેશના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેના ગીતકાર ઈંદીવરે ગીતને ઘણા સમય પહેલા લખ્યું હતું અને કલ્યાણજી-આનંદજી જોડીએ તેનું સંગીત તૈયાર કરીને તેને મુકેશ પાસે ગવડાવી પણ લીધું હતું. પરંતુ મુકેશવાળું વર્ઝન કોઈ પણ ફિલ્મમાં ઉપયોગ થઈ શક્યું ન હતું. ફિલ્મનું સૌથી પ્રખ્યાત ગીત ‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ નુસરત ફતેહ અલી ખાનની કવ્વાલી દમ મસ્ત કાલંદર મસ્ત મસ્ત પર આધારિત હતું.

ફિલ્મનું કામુક ગીત ટિપ-ટીપ બરસા પાનીનું મ્યૂઝિક હોલીવુડના સિંગર ડૉ. અલ્બનના ગીત ‘રોલ ડાઉન ધ રબર મેન’ ગીતના સ્ટાર્ટિંગ મ્યૂઝિકમાંથી લેવામાં આવ્યું હતું. આ ગીતને અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીત રિલીઝ થયા પછી લોકો રવિનાને ‘મસ્ત-મસ્ત ગર્લ’ નામથી બોલાવવા લાગ્યા હતા. આ ગીતના શૂટિંગ સમયે રવિનાને 102 ડિગ્રી તાવ હતો. અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ માટે પણ આ ગીત ફરીથી બનાવવામાં આવ્યું છે.

મોહરા ફિલ લગભગ 3.75 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. તેની બોક્સ ઓફિસ પર કમાણી 12 કરોડ રૂપિયા હતી. સાથે જ વર્લ્ડવાઈડ કલેક્શન 22.64 કરોડ રૂપિયા હતું. આજના સમયમાં તેની તુલના કરીએ તો આ આંકડો 200 કરોડની કમાણી બરાબર છે.

મોહરા ફિલ્મ 220 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. તેને ફિલ્મફેર એવોર્ડમાં 9 નોમિનેશન મળ્યા હતા. તે 1994 ની બીજી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ હતી. તે વર્ષે રિલીઝ થયેલી ‘હમ આપકે હૈ કૌન’ પહેલા નંબરે રહી હતી.

આ ફિલ્મનો આઈડિયા લેખક શબ્બીર બોક્સવાલાને જીમમાં વર્કઆઉટ દરમિયાન આવ્યો હતો. જ્યારે તેણે સ્ક્રિપ્ટ કંપ્લીટ કરી લીધી તો કાસ્ટિંગ શરૂ થઈ. ફિલ્મના ડાયરેક્ટર રાજીવ રાય અને પ્રોડ્યૂસર ગુલશન મુખ્ય અભિનેત્રી માટે શ્રીદેવીને કાસ્ટ કરવા ઈચ્છતા હતા. પરંતુ તે ચંદ્રમુખી ફિલ્મ કરવામાં વ્યસ્ત હતી તેથી તેણે ના પાડી.

શ્રીદેવીની મનાઈ પછી અભિનેત્રી દિવ્યા ભારતીને સાઈન કરવામાં આવી. લોકો તેને શ્રીદેવીની હમશકલ અણ કહેતા હતા. દિવ્યાએ ફિલ્મ મોહરામાં 5 દિવસ સુધી શૂટિંગ પણ કર્યું હતું, પરંતુ તે દરમિયાન 5 એપ્રિલ 1993 ના રોજ તેનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. દિવ્ય ભારતીના અવસાન પછી આ ફિલ્મ ફરીથી રવીના ટંડન પાસે આવી.