‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ મોહિત રૈના નવા વર્ષના દિવસે બંધાયા લગ્નના બંધનમાં, જુવો તેમના લગ્નની તસવીરો

બોલિવુડ

ટીવીની લોકપ્રિય સીરિયલ દેવોં કે દેવ ‘મહાદેવ’ દ્વારા ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચુકેલા અભિનેતા મોહિત રૈનાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. મોહિત રૈનાએ સિક્રેટ મેરેજ કરીને નવા વર્ષના પ્રસંગ પર પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. મોહિત રૈનાના ચાહકો માટે આ સમાચાર થોડા ચોંકાવનારા છે કારણ કે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે મોહિત રૈનાની પણ કોઈ ગર્લફ્રેન્ડ હતી.

આ પહેલા મોહિત રૈનાનું નામ હંમેશા તેની કો-સ્ટાર રહેલી અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવ્યું હતું. જો કે મોહિત રૈનાએ ક્યારેય પણ મૌની રોય સાથેના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. મોહિત રૈનાએ હંમેશા મૌનીને પોતાની એક સારી મિત્ર જણાવી હતી.

આ દરમિયાન મોહિત રૈનાએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કરી લીધા અને પોતે જ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોહિત રૈનાના લગ્ન ખૂબ જ સુંદર રીતે થયા છે.

બંને ખૂબ જ સુંદર સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે. મોહિત રૈનાએ પોતાના લગ્નની સુંદર તસવીરો શેર કરીને પત્ની અદિતિ અને તેના નવા જીવન માટે ચાહકો પાસેથી આશીર્વાદ પણ માંગ્યા, ત્યાર પછી ચાહકો સતત તેને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

તસવીરોમાં હવે જોઈ શકાય છે કે મોહિત રૈનાએ વ્હાઈટ કલરની શેરવાની પહેરી છે, જ્યારે તેની દુલ્હન અદિતિએ પેસ્ટલ રંગનો લહેંગો પહેર્યો છે, જેમાં બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. મોહિત રૈનાએ પોતાના લગ્નની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “પ્રેમમાં કોઈ અવરોધો નથી હોતા, પ્રેમ તમામ અવરોધોને દૂર કરે છે, તમામ અવરોધોને પાર કરી જાય છે, સૌથી મુશ્કેલ દિવાલોને પણ તોડી નાખે છે.

પ્રેમ આશાથી ભરેલો હોય છે. આશા અને આમારા પરિવારના સભ્યોની પ્રાર્થનાથી હવે અમે બે નથી રહ્યા પરંતુ એક બની ગયા છીએ. આ નવી સફર પર અમે બંને તમારી પાસેથી ખૂબ આશીર્વાદ ઈચ્છીએ છીએ. અદિતિ અને મોહિત.” અદિતિ અને મોહિત રૈનાને કરણ જોહર, મૃણાલ ઠાકુર જેવી મોટી હસ્તીઓ પણ લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે, સાથે જ ચાહકો પણ સતત કમેન્ટ કરીને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

જણાવી દઈએ કે, મોહિત રૈનાએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલથી કરી હતી. ત્યાર પછી તે ‘દેવો કે દેવમહાદેવ’ સીરીયલમાં ભગવાન શિવના પાત્રમાં જોવા મળ્યા, જેનાથી તેને એક ખાસ ઓળખ મળી. મોહિત રૈનાએ માત્ર નાના પડદા પર જ પોતાની ખાસ ઓળખ નથી બનાવી પરંતુ તે ફિલ્મી દુનિયામાં પણ પ્રખ્યાત છે. તેમણે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘મુંબઈ ડાયરી 26/11’ અને ‘એક વાયરલ વેડિંગ’માં કામ કર્યું હતું.