અભિનેતા મોહિત રૈનાએ લગ્ન પછી સંભળાવી પોતાની લવ સ્ટોરી, કંઈક આ રીતે થઈ હતી અદિતિ સાથે પહેલી મુલકાત

બોલિવુડ

‘દેવો કે દેવ.. મહાદેવ’થી દેશભરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા મોહિત રૈના એ નવું વર્ષ શરૂ થતાંની સાથે જ પોતાના લગ્નના સારા સમાચાર ચાહકોને આપ્યા હતા. 1 જાન્યુઆરીએ મોહિત રૈનાએ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કર્યા હતા. પોતાના લગ્ન પછી આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાની લવ સ્ટોરી, પત્ની સાથેની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની સફર વિશે જણાવ્યું. એક પ્રાઈવેટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તે થોડા વર્ષો પહેલા અદિતિને મળ્યા હતા.

આ દરમિયાન મોહિત રૈનાએ જણાવ્યું કે તેમની પત્ની અદિતિ ટેક બેકગ્રાઉન્ડથી આવે છે. આવી સ્થિતિમાં થોડા વર્ષો પહેલા જ તેમની અદિતિ સાથે મુલાકાત થઈ હતી. ત્યાર પછી બંને મિત્રો બન્યા અને ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યાર પછી જ્યારે દેશમાં બીજું લોકડાઉન લાગ્યું તો મોહિત રૈના અદિતિના પરિવારને મળવા ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે અદિતિનો હાથ માંગ્યો અને બંનેના પરિવાર એ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન થયા પછી મોહિત રૈનાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની આ તસવીરો શેર કરીને પોતાના ચાહકોને સારા સમાચાર આપ્યા હતા.

પોતાના લગ્નની તસવીરો શેર કરતા અભિનેતાએ લખ્યું, ‘પ્રેમ કોઈ પણ અવરોધ ને નથી ઓળખતો, તે દરેક સીમાઓને પાર કરી લે છે, રસ્તામાં આવતું અંતર ઘટાડે છે, દરેક દિવાલને તોડીને… તે બસ થઈ જાય છે. પ્રેમ ઘણી આશાઓથી ભરેલો હોય છે. આજે અમે અમારા માતા-પિતાના આશીર્વાદથી એક થવાનું નક્કી કર્યું છે. જીવનની આ નવી સફરમાં તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. અદિતિ અને મોહિત.’

સામે આવી રહેલા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મોહિત રૈના અને અદિતિએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. કોરોનાના કારણે આ લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના લોકો જ શામેલ થયા હતા. લગ્ન કર્યા પછી મોહિત રૈના ફરી પોતાના કામ પર પણ પરત આવ્યા છે. તેમણે પોતાની આગામી સિરીઝ ‘ભૌકાલ 2’ પર કામ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે ભુકાલની પહેલી સીઝન ખૂબ જ સુંદર રહી હતી.

તેમની વેબ સિરીઝ એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ હતી. ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ તેમની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં જ મોહિત રૈના ડાયરીઝ 26/11માં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે એક સમયે મોહિત રૈના અભિનેત્રી મૌની રોયને પણ ડેટ કરી ચૂક્યા છે. બંને રિલેશનશિપમાં હતા પરંતુ અભિનેતાએ આ સમાચાર નકારી કાઢ્યા હતા. તેમણે વર્ષ 2018માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને મૌની માત્ર સારા મિત્રો છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા મોહિતે પોતાની કારકિર્દીની શરૂઆત 2006 માં ટીવી શો અંતરિક્ષથી કરી હતી. દેવોના દેવ મહાદેવથી તે ઘર-ઘરમાં પ્રખ્યાત થયા હતા. અભિનેતાને પોતાની એટ્રેક્ટિવ પર્સનાલિટીના કારણે મહાદેવમાં કામ મળ્યું. મોહિતે જણાવ્યું કે તે સમયે તેનું વજન 107 કિલો હતું. મેકર્સ એ મોહિતને વજન ઘટાડવા માટે કહ્યું હતું. મોહિત રૈના મહાભારત અને સમ્રાટ અશોક જેવી સિરિયલોમાં મુખ્ય પાત્ર નિભાવી ચુક્યા છે.