આ દિવસે છે મોહિની એકાદશી, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે તેની કથા, વાંચો અહીં

ધાર્મિક

દર વર્ષે મોહિની એકાદશી વૈશાખ શુક્લ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે મોહિની એકાદશી 23 મેના રોજ આવી રહી છે. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અને પરિવારમાં શાંતિ રહે છે. સાથે જ મોહ માયાના બંધનમાંથી મુક્તિ મળે છે.

મોહિની એકાદશી માટે શુભ મુહૂર્ત: મોહિની એકાદશી તિથિ 22 મે 2021, શનિવારે સાંજે 9:15 વાગ્યે શરૂ થશે. જે 23 મે રવિવારે સાંજે 6:45 વાગ્યે સમાપ્ત થશે. મોહિની એકાદશીનું વ્રત રાખનારા લોકો આગલા દિવસે 24 મે સોમવારના રોજ સવારે 06:00 થી 08:00 વાગ્યાની વચ્ચે પારણા કરી શકે છે. પારણા પહેલા સ્નાન કરો અને પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. પછી બ્રાહ્મણોને દાન આપો અને ઉપવાસ તોડો.

મોહિની એકાદશી સાથે જોડાયેલી કથા: સ્કંદ પુરાણમાં મોહિની એકાદશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દંતકથા અનુસાર મોહિની એકાદશીના દિવસે સમુદ્ર મંથનમાંથી નિકળેલા અમૃતનું વિતરણ થયું હતું. સમુદ્ર મંથનમાંથી નિકળેલું અમૃત રાક્ષસ તેમની સાથે લઈ ગયા હતા. આવી સ્થિતિમાં રાક્ષસો પાસેથી અમૃત મેળવવા માટે વિષ્ણુજી એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોની વચ્ચે જઈને મોહિનીએ તેમની પાસેથી અમૃતનું પાત્ર છીનવી લીધું હતું. ત્યાર પછી દેવતાઓને આ અમૃત આપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે મોહિની એકાદશી વ્રતથી મોહ-માયા વગેરે દૂર થાય છે. દુનિયામાં તેનાથી શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. આ વ્રત કરવાથી એકહજાર ગૌદાનનું ફળ મળે છે.

એક અન્ય દંતકથા અનુસાર સીતાજીના વિયોગમાં દુઃખી થઈને ભગવાન રામે એકાદશીનું વ્રત રાખ્યું હતું. જેની અસરથી તેમને આ દુઃખથી મુક્તિ મળી હતી. જ્યારે દ્વાપર યુગમાં યુધિષ્ઠિરે પણ પોતાના દુઃખથી મુક્તિ મેળવવા માટે મોહિની એકાદશીનું વ્રત રાખ્યું હતું. તેથી કહેવામાં આવે છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિને દુઃખથી છુટકારો મળે છે.

મોહિની એકાદશીની પૂજા વિધી: મોહિની એકાદશીના દિવસે સવારે ઉઠીને ઘરની સફાઈ કરો. ત્યાર પછી સ્નાન કરીને પૂજા ઘરમાં એક ચોકીની સ્થાપના કરો. આ ચોકી પર પીળો રંગનું કાપડ પાથરો અને તેના પર વિષ્ણુજીની મૂર્તિ રાખો. વિષ્ણુની પૂજા કરો અને સમુદ્ર મંથનની કથા વાંચો. આ ઉપરાંત નીચે જણાવેલા મંત્રોના જાપ કરો. ‘ૐ વિષ્ણવે નમ:’, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય।’, ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે। ઓ નાથ નારાયણ વાસુદેવાય॥’, ‘ૐ નારાયણ વિદ્યામે। વાસુદેવાય ધીમહિ। તન્નો વિષ્ણુ પ્રચોદયાત્॥’, ‘ૐ નમો નારાયણ। શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ।’

આ કાર્ય કરવાની કરવામાં આવી છે મનાઈ: આ દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે. જે લોકો એ વ્રત રાખ્યું છે તે લોકોએ માત્ર જમીન પર જ સૂવું જોઈએ. આ દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ ન કરો. આ કરવાથી પાપ વધે છે. વૃદ્ધ લોકોનું અપમાન ન કરો અને કોઈની સાથે લડાઈ પણ ન કરો.