નાહવાના પાણીમાં મિક્સ કરો આ 5 ખાસ ચીજો, સૂર્ય અને શનિ સહિત 9 ગ્રહ રહેશે શાંત અને પ્રસન્ન

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ નબળી હોય તો તેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કરે તેમને તેમના કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. કોઈને કોઈ અવરોધ આવે છે. આ ઉપરાંત જો વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં સુખદ પરિણામો મળે છે અને દરેક ક્ષેત્રમાં સારી સફળતા મળે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દરેક રાશિના કોઈને કોઈ સ્વામી ગ્રહ જરૂર હોય છે. કોઈ ગ્રહ પાસે માત્ર એક રાશિ હોય છે તો કોઈ ગ્રહ પાસે બે-બે રાશિ હોય છે. જો રાશિના સ્વામી એટલે કે ગ્રહોની શુભ અને અશુભ સ્થિતિ હોય તો તે રાશિના વ્યક્તિના જીવન પર ઉંડી અસર પડે છે. આટલું જ નહીં પરંતુ કારકિર્દી પર પણ અસર જોવા મળે છે.

જ્યોતિષ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જો કોઈ વ્યક્તિ પોતાની રાશિના સ્વામી ગ્રહને શાંત કરવા અને પ્રસન્ન કરવા ઈચ્છે છે અથવા જો કુંડળીના કોઈ ગ્રહ ખરાબ અસર કરી રહ્યા છે અને તમે તેને દૂર કરવા ઈચ્છો છો, તો આ માટે તમે નહાવાના પાણીમાં કંઈક ખાસ ચીજો નાખીને સ્નાન કરી શકો છો. તેનાથી તમને ફાયદો મળશે.

સૂર્ય ગ્રહ: સિંહ રાશિવાળા લોકોના સ્વામી ગ્રહ સૂર્ય છે. આવી સ્થિતિમાં જો આ રાશિના લોકોની કુંડળીમાં સૂર્યની અસર સારી ન હોય તો, તેમણે નાહવાના પાણીમાં એલચી, કેસર, લાલ ચંદન, મુલેઠી અથવા કોઈ લાલ રંગના ફૂલ નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી સૂર્ય ગ્રહ શાંત થઈ જશે. એટલું જ નહીં, સૂર્યથી થતી અશુભ અસર પણ સમાપ્ત થઈ જશે.

ચંદ્ર: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોના સ્વામી ગ્રહ ચંદ્ર હોય છે. જો આ રાશિના લોકોની કુંડળીમાં ચંદ્રની અશુભ અસરો છે, તો આવી સ્થિતિમાં તમે નાહવાના પાણીમાં સફેદ ચંદન અથવા કોઈપણ સફેદ રંગના ફૂલ નાખીને સ્નાન કરી શકો છો. આ ઉપાય અપનાવવાથી ચંદ્રની ખરાબ અસર દૂર થઈ જશે.

મંગળ ગ્રહ: મેષ અને વૃશ્ચિક રાશિના લોકોના સ્વામી મંગળ છે. જો આ લોકોની કુંડળીમાં મંગળની ખરાબ અસર છે, તો તમે નાહવાના પાણીમાં લાલ ચંદન, હીંગ અને ગુલાબના ફૂલ નાખીને સ્નાન કરો. તેનાથી તમને લાભ મળશે.

બુધ ગ્રહ: કન્યા અને મિથુન રાશિના લોકોના સ્વામી બુધ ગ્રહ છે. તેથી, જો તમારી કુંડળીમાં બુધની અશુભ અસર છે, તો આવી સ્થિતિમાં તમે નાહવાનાનાં પાણીમાં મધ, જાયફળ અને ચોખા નાખીને તે પાણીથી સ્નાન કરો. આ ગ્રહ શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

ગુરૂ ગ્રહ: ધન અને મીન રાશિના લોકોના સ્વામી ગ્રહ ગુરૂ છે. જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહની અસર સારી ન હોય, તો આવી સ્થિતિમાં તમે નહાવાના પાણીમાં હળદર, મધ અને ચમેલીના ફૂલની પાંખડી નાખીને તેનાથી સ્નાન કરો. તેનાથી ગુરુ ગ્રહ શાંત રહેશે.

શુક્ર ગ્રહ: શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિના લોકોનો સ્વામી હોય છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહની અશુભ અસર હોય, તો તમે નાહવાના પાણીમાં જાયફળ, એલચી, ચંદન અને દૂધ નાખીને તેનાથી સ્નાન કરો. તેનાથી શુક્ર ગ્રહના આશીર્વાદ મળશે.

શનિ ગ્રહ: મકર અને કુંભ રાશિના લોકોનો સ્વામી શનિ છે. જો તમારી કુંડળીમાં શનિની અશુભ અસર છે તો તમારે નાહવાના પાણીમાં વરિયાળી, કાળા તલ અથવા ખસખસ ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી તમે શનિની અશુભ અસરોથી બચી શકો છો.

રાહુ અને કેતુ: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની અશુભ અસર છે તો નહાવાના પાણીમાં દુર્વા, લાલ ચંદન અને લોબાન નાખીને તેનાથી સ્નાન કરો. તેનાથી રાહુ અને કેતુ શાંત થાય છે અને તેની અશુભ અસર પણ દૂર થાય છે.