મિથુનની બાહોમાં જોવા મળી હેમા, અભિનેતાએ હાથમાં લીધો ‘ડ્રીમ ગર્લ’નો હાથ, ખૂબ કર્યો ડાન્સ, જુવો વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાની ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા છે. મિથુન ચક્રવર્તી મોટા પડદાની સાથે જ હવે ટીવી પર પણ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ શરૂ થયેલા શો ‘હુનરબાઝઃ દેશ કી શાન’માં મિથુન દા જજની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. મિથુન દા સાથે શોમાં ડાયરેક્ટર કરણ જોહર અને અભિનેત્રી પરિણીતી ચોપરા પણ જોવા મળી રહ્યા છે.

શોમાં અવારનવાર પોતાના જોરદાર પ્રદર્શનથી સ્પર્ધકો જજ અને લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. તાજેતરમાં જ શરૂ થયેલો આ શો દરેકના દિલ જીતી રહ્યો છે. જણાવી દઈએ કે ‘હુનરબાઝઃ દેશ કી શાન’માં ફિલ્મ સ્ટાર્સ પણ મહેમાન તરીકે આવતા રહે છે. હિન્દી સિનેમાની સદાબહાર અને સુંદર અભિનેત્રી હેમા માલિનીએ હવે આ શો પર પહોંચી છે.

મિથુન ચક્રવર્તી અને હેમા માલિની એકબીજા સાથે ખૂબ સારો સંબંધ શેર કરે છે. મિથુન દા હેમાનું ખૂબ સમ્માન કરે છે અને તેમને ખૂબ માને છે. જ્યારે હેમા પણ મિથુનને ખૂબ માને છે. જ્યારે બંને કલાકારો એકસાથે ‘હુનરબાઝ’ના સ્ટેઝ પર જોવા મળ્યા, ત્યારે બંનેએ ચાહકોને ઘણી યાદગાર પળો પણ આપી.

કલર્સ ટીવી પર આવી રહેલા ‘હુનરબાઝ’ શોમાં તાજેતરમાં, હિન્દી સિનેમાની ‘ડ્રીમ ગર્લ’ એટલે કે હેમા માલિનીએ ભાગ લીધો હતો. ટૂંક સમયમાં તેનો એપિસોડ ટીવી પર પ્રસારિત થશે. જો કે આ પહેલા ચેનલે કેટલીક ઝલક બતાવી છે જેમાં હેમા માલિની મિથુન ચક્રવર્તી સાથે ડાન્સ કરી રહી છે.

કલર્સ ચેનલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પ્રોમો વીડિયો શેર કર્યો છે જેમાં હેમા અને મિથુન ને એકસાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. બંને દિગ્ગજ કલાકારોને એક સાથે જોવા ચાહકો માટે ખૂબ જ ખાસ રહ્યું. વીડિયો પર બંનેના ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

નોંધપાત્ર છે કે હિન્દી સિનેમામાં હેમા માલિનીએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને ડાન્સથી પણ એક ખાસ ઓળખ બનાવી છે. ડાન્સમાં હેમાજીએ નિપુણતા મેળવી છે અને તે હુનરબાઝના સ્ટેજ પર પણ ડાન્સ કરવા જઈ રહી છે. તેમનો સાથ આ દરમિયાન મિથુન દા આપશે. એક તરફ, ડ્રીમ ગર્લ હેમાજી તો એક તરફ હિન્દી સિનેમાના ‘ડિસ્કો ડાન્સર’ મિથુન દા હશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv) 

ગુલાબી રંગની સિલ્ક સાડીમાં હેમા સુંદર ખૂબ જ સુંદર લાગી રહી છે. તે પોતાના સુપરહિટ ગીત ‘ડ્રીમ ગર્લ’માં ડાન્સ કરી રહી છે. આ દરમિયાન મિથુન પણ પોતાની સીત પરથી ઉઠીને આવે છે અને તે હેમાનો હાથ પોતાના હાથમાં લઈને ડાંસમાં તેનો સાથ આપે છે.

મિથુન અને હેમાનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અને તેમના ચાહકો પણ ખૂબ ખુશ થયા છે. આ ઈન્સ્ટા વીડિયોને અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે, “તે ખરેખર એક ડ્રીમ ગર્લ છે”. સાથે જ ચાહકોએ ફાયર અને હાર્ટ ઇમોજી પણ કમેન્ટ કર્યા.

‘શોલે’ નો સીન કર્યો રિક્રિએટ: હેમા માલિનીએ પણ મિથુન દા સાથે પોતાની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ના તાંગા વાળા સીનને રિક્રિએટ કર્યો હતો. વાયરલ વીડિયોમાં હેમા મિથુનને કહી રહી છે કે, હા બાબુજી તમે ક્યાં જશો. ફતેહગઢ, રામગઢ ક્યાં જવું છે કહો. જ્યારે મિથુન તાંગાને જોવાનું શરૂ કરે છે, ત્યારે હેમા કહે છે અરે, તમે પહેલા તાંગા નથી જોયો શું? ત્યાર પછી તે મિથુનને કહે છે કે બાબુજી હજુ સુધી મારું નામ ન પૂછ્યું. ત્યાર પછી મિથુન દા હેમાને પૂછે છે કે તમારું નામ શું છે બસંતી. તો હેમા કહે છે બસંતી. ચાલો બેસો.