નથી રહ્યા અભિનેતા મિથિલેશ ચતુર્વેદી, આ ગંભીર બીમારીનો કરી રહ્યા હતા સામનો, 68 વર્ષની ઉંમરમાં કહ્યું અલવિદા

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ પ્રખ્યાત સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’માં મલખાન સિંહની ભૂમિકા નિભાવનાર અભિનેતા દિપેશ ભાનનું નિધન થયું છે. ત્યાર પછી ટીવી અભિનેત્રી કેતકી દવેના પતિ અને અભિનેતા રસિક દવેએ આ દુનિયાને અલવિદા કહી દીધું.

આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું પણ નિધન થયું છે. મિથિલેશ ચતુર્વેદી લાંબા સમયથી હૃદય સાથે સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનની પુષ્ટિ તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ કરી છે. તેણે ફેસબુક પર પોસ્ટ શેર કરતા ચાહકોને આ માહિતી આપી.

સાઈડ રોલથી અભિનેતાએ મેળવી મોટી ઓળખ: જણાવી દઈએ કે, મિથિલેશ ચતુર્વેદી હિન્દી સિનેમાના એક મોટા અભિનેતા હતા, જેમણે પોતાની કારકિર્દીમાં ‘ફિઝા’, ‘કોઈ મિલ ગયા’, ‘સત્તા’, ‘રેડી’, ‘તાલ’, ‘હલ્લા બોલ’, ‘સૌગંધ’, ‘સૌગંધ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. મિથિલેશ ચતુર્વેદીએ ફિલ્મમાં માત્ર સાઈડ રોલ જ નિભાવ્યા હતા પરંતુ તે પોતાના માટે એક મોટી નિશાની બનાવવામાં સફળ રહ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ભાઈ-ભાઈ’થી કરી હતી.

ત્યાર પછી તે ‘બંટી ઔર બબલી’, ‘ગાંધી માય ફાધર’, ‘માય ફ્રેન્ડ પિન્ટો’, ‘ગદર એક પ્રેમ કથા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોના ભાગ બન્યા. તેમણે રિતિક રોશન, અભિષેક બચ્ચન, સની દેઓલ, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું. આ ઉપરાંત તે ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી ચુક્યા હતા. તેમણે ઘણી જાહેરાતો સાથે ટીવી શો ‘પટિયાલા બેબ્સ’ માં પણ કામ કર્યું હતું.

અભિનેતાના નિધનથી દુઃખી થયા ચાહકો: જણાવી દઈએ કે જેવા ચાહકોને તેમના નિધનના સમાચાર મળ્યા તો સોશિયલ મીડિયા પર સતત તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સાથે જ તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ ફેસબુક પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, “તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા હતા, તમે મને જમાઈ કરતા વધુ પુત્ર સમજ્યો અને ખૂબ પ્રેમ આપ્યો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.”

આશિષ ચતુર્વેદીએ કહ્યું કે, “બાબુજીને 10 દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે અમે તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓ છેલ્લા 2-3 દિવસથી સારું અનુભવતા હતા, પરંતુ આજે સવારે 4.00 વાગ્યાની આસપાસ તેમને ફરીથી હાર્ટ એટેક આવ્યો અને તેઓ અમને બધાને છોડીને ચાલ્યા ગયા.”

જણાવી દઈએ કે, મિથિલેશ ચતુર્વેદી તાજેતરમાં જ વેબ સિરીઝ ‘ટલ્લી જોડી’માં જોવા મળ્યા હતા જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યાર પછી તે ટૂંક સમયમાં સીરિઝ ‘માનિની ​​ડે’માં જોવા મળવાના હતા. જોકે તે પહેલા તે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા. જણાવી દઈએ કે મિથિલેશે ફિલ્મોની સાથે થીયેટરમાં પણ કામ કર્યું હતું.