ઘરે બનાવેલા પૂજા સ્થળનું વિશેષ મહત્વ છે. તે ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જ્યાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા આવે છે. દરરોજ ઘરમાં બનાવેલા પૂજા સ્થળ પર ભગવાનની પૂજા કરવાથી આનંદ અને શાંતિ મળે છે. ઘરે બનાવેલા પૂજા સ્થળ પર જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ અને તસવીર રાખવામાં આવે છે. પૂજા સ્થળે દરરોજ યોગ્ય પદ્ધતિથી પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે. પરંતુ પૂજા કરતી વખતે, જાણતા-અજાણતા લોકો આવી ભૂલો કરે છે, તેનું નકારાત્મક પરિણામ મળવા લાગે છે. તો ચાલો જાણીએ કે કદાચ તમે પણ પૂજા દરમિયાન આવી ભૂલો તો નથી કરતાને.
ઘણી વાર લોકો તેમના બેડરૂમમાં જ ભગવાનનું મંદિર બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમમાં ક્યારેય પૂજા ઘર હોવું જોઈએ નહીં. અહીં પૂજા ઘર હોવાને કારણે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે.આજે લોકો તેમના ઘરોમાં મોટા પૂજા ઘર બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ઘરમાં વધારે પડતું મોટું પૂજા ઘર બનાવવું જોઈએ નહીં. ખુલ્લી જગ્યાએ જ પૂજા ઘર બનાવવું ઉચિત રહે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે ઘરમાં પૂજા-ઘર બનાવ્યું હોય અને દેવી-દેવતાઓને તેમાં સ્થાન આપ્યું હોય, તો તમારે તેમની નિયમિત પૂજા કરવી જોઈએ. ક્યારેય પણ ઘરે બનાવેલા પૂજા સ્થળ પર તાળું લગાવવું જોઇએ નહીં, જો તમે ઘણા દિવસો માટે ઘરની બહાર છો તો એવી વ્યવસ્થા કરો કે નિયમિત ઘરે બનાવેલા પૂજા સ્થળ પર પૂજા થતી રહે.
પૂજા ઘરમાં જુના ફૂલો, માળા, અગરબત્તિઓ રાખવી જોઈએ નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે, જે તમારી ખુશી અને આવક ઘટાડવાનું કામ કરે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા ઘર ક્યારેય સીડી, શૌચાલય અને સ્નાનગૃહની દિવાલોની બાજુમાં ન હોવું જોઈએ.રસોડામાં પણ પૂજા ઘર ન હોવું જોઈએ, કારણ કે રસોડામાં ડસ્ટબીન જેવી ચીજો શુદ્ધતાનો નાશ કરે છે.