ભૂલથી પણ આ દિશામાં ન લગાવો મની પ્લાંટ, નહિં તો અમીરના બદલે બની જશો ગરીબ

ધાર્મિક

ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહ માટે, લોકો વિવિધ પ્રકારના છોડ લગાવે છે. પરંતુ એક છોડ એવો છે જે લગભગ તમામ ઘરોમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. તમે સમજી ગયા હશો કે અમે ક્યા છોડની વાત કરી રહ્યા છીએ. આપણે વાત કરી રહ્યા છીએ મની પ્લાન્ટ વિશે. પોતાના ઘરમાં દરેક મની પ્લાંટ તો લગાવે છે પરંતુ તેને લગાવવાની યોગ્ય રીત નથી જાણતા. તેઓ આ છોડને કોઈપણ દિશામાં લગાવે છે, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે. તે સાચું છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને પૈસાની અછત થતી નથી. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તેનો ઉપયોગ કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું ધ્યાન રાખવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે મની પ્લાન્ટ લગાવવા માટે સાચી રીત કઈ છે. જો તમે મની પ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યાં છો અથવા પહેલેથી જ લગાવેલો છે, તો આ બાબતોનું ધ્યાન રાખો.

મની પ્લાન્ટ લગાવવાનાં નિયમો: મની પ્લાન્ટને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. આ દિશાને આ છોડ માટે નકારાત્મક માનવામાં આવે છે. જો તમે આ દિશામાં મની પ્લાન્ટ લગાવો છો, તો તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં, તે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર પણ નકારાત્મક અસર કરશે.

ક્યારેય પણ મની પ્લાંટની વેલને જમીન પર ફેલાવીને ન રાખવી જોઈએ. આ કરવાથી તમારે ઘણા પ્રકારના નુક્સાનનો સામનો કરવો પડે છે. ઘરની બહાર મની પ્લાન્ટ લગાવવાને બદલે તેને ઘરની અંદર લગાવો. તેને વાસણ અથવા કુંડામાં લગાવો.

મની પ્લાન્ટના પાંદડા હંમેશા તાજા અને સારા હોવા જોઈએ. સુકાઈ ગયેલો મની પ્લાંટ ઘરમાં ન લગાવવો જોઈએ. સૂકાઈ ગયેલા પાન અશુભ માનવામાં આવે છે. તેમાં દરરોજ પાણી આપો. જો પાંદડા સૂકાઈ જાય અથવા સફેદ થઈ જાય તો તેને કાપી નાખો.

ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી પૈસાની આવકમાં વધારો થાય છે. તેનાથી માત્ર સંપત્તિમાં જ વધારો થતો નથી પરંતુ સંબંધોમાં પણ મીઠાશ આવે છે. જો તમારા લગ્ન જીવનમાં તણાવ ચાલી રહ્યો છે, તો તમારે પૂર્વ-પશ્ચિમ દિશામાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ. આ કારણે લગ્ન જીવન ખુશ રહે છે.

ઘરમાં મની પ્લાન્ટને અગ્નેય કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. આ એટલા માટે કારણ કે આ દિશાને ભગવાન ગણેશજીની દિશા કહેવામાં આવીછે. તેથી, જો તમે આ દિશામાં મની પ્લાન્ટ લગાવશો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.