ન્યૂયોર્કમાં પોતાના મિસ યૂનિવર્સ એપાર્ટમેંટ પર પહોંચી હરનાજ, એક વર્ષ માટે મળશે આ બધું ફ્રી, જુવો આ એપાર્ટમેંટની અંદરની તસવીરો

વિશેષ

ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુએ ડિસેમ્બર 2021માં મિસ યુનિવર્સનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. હરનાઝ 21 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા જીતનાર ત્રીજી ભારતીય મહિલા બની છે. જણાવી દઈએ કે, મિસ યુનિવર્સનો એવોર્ડ જીતનાર સ્પર્ધકને એક વર્ષ માટે ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં રહેવા માટે આપવામાં આવે છે.

હરનાઝ 4 જાન્યુઆરીએ પોતાના નવા ઘરમાં પહોંચી છે. પરંતુ કોરોના ગાઈડલાઈન્સને કારણે તે ક્વોરેન્ટાઈન છે. તેમાં સૌથી ખાસ વાત એ છે કે આ લક્ઝુરિયસ ઘરમાં હરનાઝ એકલી નથી રહેવાની. તેણે આ એપાર્ટમેન્ટ મિસ યુએસએ સાથે શેર કરવાનો છે.

હરનાઝને મળવાનું છે આ બધું ફ્રી: મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સનું મેકઓવર કરવામાં આવ્યું છે. ત્યાર પછી અહીં વર્ષ 2020 માં મિસ યુનિવર્સનો એવોર્ડ જીતી ચુકેલી મેક્સિકોની એન્ડ્રીયા મેઝા અને મિસ યુએસએ અસ્યા બ્રેંચ રહેતી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અહીં ગ્રોસરીઝ થી લઈને કપડાં સુધી એપાર્ટમેંટની દરેક ચીજ હરનાઝ માટે સંપૂર્ણ રીતે ફ્રી છે.

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન જ તેને સંપૂર્ણ રીતે મેનેજ કરે છે. હરનાઝે પોતાના નવા ઘર મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સમાં એંટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Miss Universe (@missuniverse)

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એન્ડ્રીયાએ એક પત્ર પણ લખ્યો: 2020ની મિસ યુનિવર્સ એન્ડ્રીયા એ પોતાની અનુગામી હરનાઝ માટે એક પત્ર પણ લખ્યો. તે પત્રમાં લખ્યું હતું, “નવી મિસ યુનિવર્સ માટે સિસ્ટરહુડ અને તમારું નવા ઘરમાં સ્વાગત છે. મને આજે પણ એપાર્ટમેન્ટમાં મારો પહેલો દિવસ યાદ છે, હું ક્રેઝી અને સુંદર શહેરમાં નવું જીવન શરૂ કરવા માટે તે સમયે ખૂબ જ ઉત્સાહિત હતી.

હું જાણું છું કે પોતાના પ્રિયજનોથી દૂર રહેવું મુશ્કેલ છે, પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે તમે એકલા નથી. મિસ યુનિવર્સ સંસ્થા તરીકે તમારી પાસે એક અદભૂત સપોર્ટ સિસ્ટમ છે. હું હંમેશા અહીં રહીશ, જો તમારે ક્યારેય કોઈ સાથે વાત કરવાની જરૂર છે, કોઈ મિત્ર અથવા સલાહની જરૂર છે. પ્રેમથી, એંડ્રિયા.”

એક વર્ષ પહેલા જ થયું છે મેકઓવર: નોંધપાત્ર છે કે મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સનું મેકઓવર એક વર્ષ પહેલા જ થયું છે. આ એપાર્ટમેન્ટની બારીમાંથી ન્યૂયોર્કની ગગનચુંબી ઈમારતો પણ સ્પષ્ટ જોવા મળે છે. તેને ઈન્ટિરિયર ડિઝાઈનર વિવિયન ટોરેસ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.

તેને ન્યૂડ અને કૂલ કલર પેલેટથી સજાવવામાં આવ્યું છે. ઓફ-વ્હાઇટ દિવાલો, બ્લૂ વેલ્વેટ સોફા, દીવાલ પર લાગેલી આર્ટિસ્ટિક કલ પેંટિંગ છે. તેમાં ભૂતપૂર્વ મિસ યુનિવર્સ વિનર્સની તસવીરો વાળી ખાસ દીવાલ પણ શામેલ છે.

હરનાઝે હોસ્ટ કર્યું આસ્ક મી સેશન: પોતાના નવા ઘરમાં ગયા પછી જ હરનાઝે આસ્ક મી એનિથિંગ સેશનનું હોસ્ટ કર્યું હતું. આ દરમિયાન તેના ચાહકોએ તેને તેની ફેવરિટ ચીજો વિશે પૂછ્યું. તેમાં હરનાઝે જણાવ્યું કે તેની ફેવરિટ ભારતીય વાનગી રાજમા ચાવલ છે. અગર તુમ સાથ હો… ફેવરિટ સોંગ છે. અને સ્માઈલ ટ્રેન તેમના દિલની નજીકનું કૈમ્પેન છે.

તેના માટે તે આગળ પણ કામ કરતી રહેશે. આ ઉપરાંત હરનાઝે ન્યૂયોર્કમાં થયેલી બરફવર્ષાનો નજારો પણ પોતાના ઘરની બારીમાંથી શેર કર્યો છે. જણાવી દઈએ કે હરનાઝ સંધુને મિસ યુનિવર્સનો એવોર્ડ જીતવા બદલ 2,50,000 ડોલર એટલે કે 1.89 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળ્યા છે.