ડાયમંડની શોખીન છે મીરા રાજપૂત, પતિ શાહિદની આ 2 ગિફ્ટ્સને હંમેશા રાખે છે પોતાની સાથે, જાણો કઈ છે તે 2 ગિફ્ટ

બોલિવુડ

શાહિદ કપૂર અને મીરા કપૂર બોલિવૂડની પ્રખ્યાત કપલમાંની એક છે. તે જ્યારે પણ કોઈ પબ્લિક પ્લેસમાં સાથે જોવા મળે છે ત્યારે બંને વચ્ચેની બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળે છે. ચાહકો માટે તો તેઓ એક પરફેક્ટ કપલ પણ છે. શાહિદ પોતાની પત્ની મીરાને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. મીરા ઉંમરમાં શાહિદ કરતા 14 વર્ષ નાની છે. પરંતુ આ ઉંમર આજ સુધી બંનેના પ્રેમ વચ્ચે આવી નથી. બંને એકબીજા સાથે સારી કેમેસ્ટ્રી શેર કરે છે.

શાહિદ ઘણી વાર મીરાને ગિફ્ટ પણ આપતો રહે છે. તેમાંથી શાહિદ દ્વારા આપવામાં આવેલી બે ગિફ્ટ ખૂબ જ ખાસ છે, જેને મીરા હંમેશા પોતાની પાસે રાખે છે. આ બંને ગિફ્ટ ડાયમંડની બનેલી છે. મીરાને ડાયમંડનો ખૂબ જ શોખ છે. તો પતિ શાહિદે તેને ડાયમંડનું એક બ્રેસલેટ અને રિંગ ગિફ્ટમાં આપી છે.

મીરા કપૂરના હાથમાં આ બ્રેસલેટ અને રિંગ હંમેશા જોવા મળે છે. પછી તે ઘરે આરામ કરી રહી હોય કે પાર્ટીમાં પાર્ટીની મજા લઇ રહી હોય. આ બ્રેસલેટ અને રિંગ હંમેશા તેમના હાથમાં જોવા મળે છે. તેઓ તેને ક્યારેય ઉતારતી નથી. હવે આ જ વાતથી તમે અનુમાન લગાવી શકો છો કે મીરાને ડાયમંડનો કેટલો શોખ છે.

આ હીરાની વીંટી શાહિદે મીરાને સગાઈ પર આપી હતી. બ્રેસલેટ પણ ત્યારનું જ છે. મીરાને જ્યારે પણ તક મળે છે ત્યારે આ બંનેને ખૂબ જ ગર્વથી ફ્લોન્ટ કરે છે.

તસવીરો જોઈને તમે પણ સમજી ગયા હશો કે શાહિદની આ ગિફ્ટ્સ મીરાને કેટલી પસંદ છે. મીરાને જ્વેલરી પહેરવાનો પણ ખૂબ શોખ છે. તે તેની સાથે એક્સપેરિમેંટ કરતી રહે છે. આટલું જ નહીં તે પોતાના લગ્નની જ્વેલરી પણ ઘણી વખત રીપીટ કરી ચુકી છે.

શાહિદ અને મીરા માટે લગ્ન પછી એકબીજા સાથે રહેવું સરળ ન હતું. શાહિદનો ઉછેર એક ફિલ્મી બેકગ્રાઉંડમાં થયો હતો જ્યારે મીરા એક બિઝનેસ ફેમિલીમાંથી હતી. સાથે જ બંનેની ઉંમરમાં પણ 14 વર્ષનો તફાવત હતો. આવી સ્થિતિમાં લગ્ન પછી બંનેએ એકબીજા માટે પોતાનામાં ઘણા ફેરફાર કર્યા. આજે પર્સનાલિટી અને લાઈફસ્ટાઈલને જોઈને એવું લાગે છે કે જાણે બંને એકબીજા માટે જ બન્યા છે.

મીરા ભલે બોલિવૂડ સ્ટાર ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોવિંગ જબરદસ્ત છે. અહીં તે તેના પરિવાર સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે.

2 thoughts on “ડાયમંડની શોખીન છે મીરા રાજપૂત, પતિ શાહિદની આ 2 ગિફ્ટ્સને હંમેશા રાખે છે પોતાની સાથે, જાણો કઈ છે તે 2 ગિફ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *