આ કારણે પોતાનો કિંમતી બંગલો મુમતાજ ના નામ પર કરી ગઈ હતી મીના કુમારી, મૃત્યુ પહેલા લીધો હતો આ મોટો નિર્ણય

બોલિવુડ

મુમતાઝ અને મીના કુમારી બંને હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. મીના કુમારી અને મુમતાઝ બંનેની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓ તરીકે થાય છે. બંને અભિનેત્રીઓએ પોતાના સમયમાં ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું હતું.

જ્યારે પણ હિન્દી સિનેમાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રીઓની વાત આવે છે ત્યારે મુમતાઝ અને મીના કુમારી પણ પોતાનું નામ નોંધાવે છે. મીનાએ બોલિવૂડમાં 50 અને 60ના દાયકામાં સુંદર કામ કર્યું તો સાથે જ મુમતાઝ પણ બોલિવૂડમાં 60 અને 70ના દાયકામાં એક્ટિવ રહી. મીના કુમારી આજે આ દુનિયામાં નથી, પરંતુ તેની સાથે જોડાયેલા કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળતા રહે છે.

મીના કુમારી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે જ સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક હતી. મીનાનું જીવન અને ફિલ્મી કારકિર્દી બંને ખૂબ જ નાની રહી. જોકે તેણે નામ ખૂબ કમાવ્યું હતું. મીના પોતાની એક્ટિંગ અને ફિલ્મો માટે તો પ્રખ્યાત છે જ સાથે જ તે પોતાની ઉદારતા માટે પણ ચર્ચિત રહી. આવો જ તેની ઉદારતાનો એક કિસ્સો મુમતાજ સાથે જોડાયેલો છે. જ્યારે મીનાએ મુમતાઝને પોતાનો બંગલો કોડીની કિંમતે વેચ્યો હતો. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

હિન્દી સિનેમામાં મીના કુમારીને ‘ટ્રેજેડી ક્વીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના દ્વારા મોટા પડદા પર ઘણા દુઃખ ભરેલા પાત્રો નિભાવવામાં આવ્યા અને તેના કારણે તેનું નામ પડ્યું ‘ટ્રેજેડી ક્વીન’. આ વાત તો ઘણા લોકો જાણે છે કે મીનાએ મુમતાઝને પોતાનો બંગલો વેચ્યો હતો, જો કે આ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે કે છેવટે મીનાને આવું શા માટે કરવું પડ્યું હતું.

જણાવી દઈએ કે મીના કુમારીએ પોતાનું ઘર મુમતાઝને માત્ર 3 લાખ રૂપિયામાં વેચી દીધું હતું. માહિતી મુજબ મીના દ્વારા આ કામ મુમતાઝનું એક દેવું ચૂકવવા માટે કર્યું હતું. આ કિસ્સા વિશે મુમતાઝના ભાઈ શાહરૂખે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. જણાવી દઈએ કે મુમતાઝને મીના કુમારીએ મુંબઈના કાર્ટર રોડ પર આવેલો પોતાનો બંગલો માત્ર થોડા લાખમાં વેચી દીધો હતો.

જણાવવામાં આવે છે કે એક ફિલ્મમાં મુમતાઝે મીના કુમારી માટે કામ કર્યું હતું. મુમતાઝે કામ તો મીના માટે કર્યું હતું પરંતુ કોઈ કારણસર મીના, મુમતાઝને કામના બદલામાં ફી ચૂકવી શકી ન હતી. મુમતાઝની ફી ત્રણ લાખ રૂપિયા હતી. મીના મુમતાઝને ફી ચૂકવી શકી નહિં. બીજી તરફ, મુમતાઝે પણ ક્યારેય મીના કુમારી પાસે તેની ફી ન માંગી.

મીના આ વાત જાણતી હતી કે તેણે મુમતાઝને ફી આપી નથી અને તેણે મુમતાઝને ફી આપવાની છે. મૃત્યુને ગળે લગાવતા પહેલા મીના પોતાનું આ દેવું ઉતારીને ગઈ હતી. પોતાનો લક્ઝરી બંગલો મુમતાઝને મીના એ ત્રણ લાખ રૂપિયા ફી ના ચક્કરમાં આપી દીધો હતો.

મુમતાઝના ભાઈ શાહરૂખે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મીના કુમારી કેન્સર સામે લડી રહી હતી. હોસ્પિટલના બેડ પર તે લોહીની ઉલટી કરી રહી હતી. તે દરમિયાન તેણે મુમતાઝને બોલાવીને પોતાનો મુંબઈના કાર્ટર રોડ વાળો બંગલો તેને આપી દીધો. જણાવી દઈએ કે મીના કુમારીએ આપેલા બંગલામાં મુમતાઝ તો ક્યારેય નથી રહી, પરંતુ તેના ભાઈનો પરિવાર આજે પણ તે બંગલામાં રહે છે. જણાવી દઈએ કે વર્ષ 1933માં જન્મેલી મુમતાઝનું માત્ર 39 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. લીવર કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે વર્ષ 1972માં તેમનું નિધન થયું હતું.