40 કરોડનું ફાર્મ હાઉસ, 20 કરોડનું ઘર, લક્ઝરી કાર, કુલ આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક છે મીકા સિંહ

બોલિવુડ

પ્રખ્યાત પંજાબી અને બોલિવૂડ સિંગર મીકા સિંહને છેવટે દુલ્હનિયા મળી ગઈ છે. મિકા સિંહ ઘણા સમયથી દુલ્હનની રાહ જોઈ રહ્યા હતા. તેની શોધ અભિનેત્રી આકાંક્ષા પુરીએ પૂરી કરી છે. મીકા સિંહનો શો સ્વયંવર મીકા દી વોટી લગભગ બે મહિનાથી ચાલી રહ્યો હતો અને હવે આકાંક્ષા પુરી તેની વિનર બની ચુકી છે.

આકાંક્ષા પુરી બોલિવૂડમાં કામ કરવાની સાથે જ દક્ષિણ ભારતીય સિનેમામાં પણ કામ કરી ચુકી છે. નોંધપાત્ર છે કે, મિકા અને આકાંક્ષા એકબીજાને 10 વર્ષથી પણ વધુ સમયથી ઓળખે છે. બંનેનો સંબંધ શો પહેલા પણ ચર્ચામાં હતો. આકાંક્ષાએ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી અને હવે તે મીકાની પત્ની બનવા જઈ રહી છે.

મિકા તેના શોના કારણે સતત ચર્ચામાં બનેલા છે. 45 વર્ષના થઈ ચુકેલા મિકા હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકો તેના વિશે વધુમાં વધુ જાણવા માટે આતુર છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ કે મિકા સિંહ કેટલા કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

મિકા સિંહ એક લક્ઝરી લાઇફ સ્ટાઈલ જીવે છે. તેમની પાસે સુખ-સુવિધાની દરેક ચીજ છે. તે લક્ઝરી ઘર, મોંઘી કાર અને કરોડો રૂપિયાના ફાર્મ હાઉસના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિકા સિંહ પાસે 100 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ છે.

40 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ: મિકા સિંહ પાસે 40 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ છે. તેમનું આ ફાર્મ હાઉસ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આવેલું છે. તેમનું ફાર્મ હાઉસ ખૂબ જ સુંદર અને ખાસ છે.

જણાવી દઈએ કે તેમાં એક સુંદર તળાવ છે. મીકાને પ્રાણીઓ સાથે પણ ખૂબ પ્રેમ છે. તેમના ફાર્મ હાઉસમાં 5 ઘોડા અને ઘણા કૂતરા પણ છે. સિંગરે તેના ફાર્મ હાઉસની ઝલક સોશિયલ મીડિયા પર પણ બતાવી છે.

20 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ઘર: મિકા પાસે 40 કરોડ રૂપિયાનું લક્ઝરી ફાર્મ હાઉસ તો છે જ સાથે તેની પાસે 20 કરોડ રૂપિયાથી વધુનું લક્ઝરી ઘર પણ છે.

મિકા મુંબઈના એક પોશ વિસ્તારમાં લક્ઝરી ફ્લેટમાં રહે છે. જેની કિંમત 20 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવે છે. નોંધપાત્ર છે કે મિકા અને પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા પડોશી છે. આટલું જ નહીં બંને ખૂબ સારા મિત્રો પણ છે.

કરોડોની કિંમતની લક્ઝરી કાર: મિકા સિંહ પાસે કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કાર પણ છે. તેમના કાર કલેક્શનમાં 3 કરોડ રૂપિયાનીકિંમતવાળી લેમ્બોર્ગિની શામેલ છે. આ ઉપરાંત 1.46 કરોડની કિંમતની પોર્શ પનામેરા, 80 લાખ રૂપિયાની હમર, 76 લાખ રૂપિયાની ફોર્ડ મસ્ટંગ અને લગભગ 1.7 કરોડ રૂપિયાની મર્સિડીઝ જીએલએસ પણ છે. સાથે જ મીકા પાસે કેટલાક ટુ-વ્હીલર પણ છે.