કશ્મીર જવાનોને મળવા પહોંચેલા અક્ષયે સ્કૂલમાં દાન કર્યા આટલા અધધ કરોડ, પિતાના નામ પર રાખી આધારશિલા

બોલિવુડ

ગયા મહિને કાશ્મીરમાં અક્ષય બીએસએફ જવાનોને મળવા પહોંચ્યા હતા અને ઘણો સમય તેમની સાથે પસાર કર્યો હતો. આ દરમિયાન અભિનેતાએ એક જર્જરિત સ્કૂલ જોઈ, જેની હાલત ખૂબ જ ખરાબ હતી. આવી સ્થિતિમાં અક્ષયે કોઈ પણ વિલંબ કર્યા વગર શાળાના પુનર્નિર્માણ માટે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા. અક્ષયે દાન કરેલા આ પૈસા વિશે કોઈને પણ માહિતી આપી ન હતી અને તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી હતી. તેમણે માત્ર તે જ તસવીરો શેર કરી હતી જેમાં તે ભારતીય સેનાના જવાનો સાથે વાતચીત કરી રહ્યા હતા.

આ જગ્યા પર અક્ષય 17 જૂને ગયા હતા અને અહીં ઘણો સમય પસાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં અક્ષયે લખ્યું કે ‘આજે સરહદની રક્ષા કરનાર બહાદુર સૈનિકો સાથે દિવસ પસાર કર્યો. અહીં આવવું એક વિનમ્ર અનુભવ છે. સાચા હીરોને મળીને મારા દિલમાં સમ્માન ઉપરાંત કંઈ નથી.’

રાખવામાં આવી આધારશીલા: મંગળવારે અક્ષય કુમાર દ્વારા દાનમાં આપેલા 1 કરોડ રૂપિયાની વાત સામે આવી છે. ખરેખર તેમણે જે સ્કૂલ માટે રૂપિયા દાનમાં આપ્યા હતા. મંગળવારે તે સ્કૂલની આધારશિલા રાખવામાં આવી છે. આ માહિતી ટ્વિટર પર બીએસએફ દ્વારા તસવીરો શેર કરીને આપવામાં આવી છે. આટલું જ નહીં સ્કૂલનું નામ અભિનેતાના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

અક્ષય કુમારે જે સ્કૂલના પુનનિર્માણ માટે રૂપિયા આપ્યા છે તે સ્કૂલ નીરુ ગામમાં આવેલી છે. આ સ્કૂલનું નામ અક્ષયના સ્વર્ગસ્થ પિતા હરિ ઓમ ભાટિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. સ્કૂલનું પૂરું નામ ‘હરિઓમ ભાટિયા એજ્યુકેશન બ્લોક ગવર્મેન્ટ મીડલ સ્કૂલ નીરુ’ છે. અક્ષય દ્વારા દાનમાં આપવામાં આવેલા પૈસાના કારણે હવે બાળકો આ સ્કૂલમાં આવીને સરળતાથી અભ્યાસ કરી શકશે. આ સ્કૂલની હાલત ખૂબ જ ખરાબ હતી. જેના કારણે બાળકોને અહીં આવીને અભ્યાસ કરવામાં ખૂબ મુશ્કેલી થતી હતી.

બીએસએફ એ ટ્વિટ કરતા લખ્યું છે કે ડીજી બીએસએફ રાકેશ અસ્થાના ને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત અક્ષય કુમાર, બીએમડબ્લ્યુના અધ્યક્ષ અનુ અસ્થાના અને એસડીજી વેસ્ટર્ન કમાન્ડ બીએસએફ સુરેન્દ્ર પંવાર સાથે આજે વેબલિંક દ્વારા કશ્મીરમાં ‘હરિઓમ ભાટિયા એજ્યુકેશન બ્લોક ગવર્મેન્ટ મીડલ સ્કૂલ નીરુ’ ની સ્થાપના કરી.

‘બેલ બોટમ’માં મળશે જોવા: અક્ષય કુમાર ટૂંક સમયમાં ફિલ્મ ‘બેલ બોટમ’ માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તે રિલીઝ થશે. આ ઉપરાંત અક્ષય ઘણા મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. જેમાં ‘રામ સેતુ’, ‘પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’ જેવી ફિલ્મો શામેલ છે.

આ ઉપરાંત અક્ષયની ફિલ્મ સૂર્યવંશી પણ રિલીઝ માટે તૈયાર છે. પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝને મુલતવી રાખવામાં આવી છે. ખરેખર ફિલ્મને પહેલા ઓટીટી પર રિલીઝ કરવાના સમાચાર બહાર આવી રહ્યા હતા. પરંતુ અક્ષય કુમાર નથી ઈચ્છતા કે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય. તેથી આ ફિલ્મ સિનેમાઘરમાં જ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટીએ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય એક પુલિસવાળાનું પાત્ર નિભાવશે.