કોલેજના મિત્રો સાથે દુબઈમાં કહેર ફેલાવી રહી છે શાહિદની પત્ની મીરા, જુવો તેની આ વાયરલ તસવીરો

બોલિવુડ

હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અવારનવાર હેડલાઈન્સનો ભાગ બને છે. મીરા રાજપૂત એક સેલિબ્રિટી ન હોવા છતાં પણ કોઈ બોલિવૂડ અભિનેત્રી જેટલી લોકપ્રિય છે. મીરાની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે.

મીરાને એક સ્ટાર વાઈફ હોવાનો પૂરો ફાયદો મળે છે. જણાવી દઈએ કે આ દિવસોમાં મીરા વિદેશમાં છે. તે આ દિવસોમાં પોતાના મિત્રો સાથે દુબઈમાં ખૂબ એંજોય કરી રહી છે. પતિ શાહિદ કપૂરને છોડીને મીરા તેની ગર્લ ગેંગ સાથે દુબઈ જવા રવાના થઈ ચુકી છે. જ્યાંથી તે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે.

મીરા રાજપૂત પોતાની કોલેજના મિત્રો સાથે આ સમયે દુબઈમાં એંજોય કરી રહી છે. મીરાએ તાજેતરમાં જ લંચ ટાઈમની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મીરા બ્લુ ડ્રેસ અને પીળા ઈયરિંગ્સ સાથે જોવા મળી હતી.

તસવીરમાં તમે જોઈ શકો છો કે મીરા પીઝા અને સોફ્ટ ડ્રિંક્સ એંજોય કરી રહી છે. પોતાના મિત્રો સેજલ કુકરેજા અને સુહાવિની સિંહ સાથે દુબઈ ગયેલી મીરાએ આ તસવીર ઉપરાંત વીડિયો પણ ઈંસ્ટા સ્ટોરી પર શેર કર્યા છે. આ તસવીર પર મીરાની સાસુ અને શાહિદની માતા નીલિમા અઝીમે કમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘ઓહો’. આ સાથે તેણે ફાયર અને હાર્ટ ઇમોજી પણ કમેન્ટ કર્યું છે.

સાથે જ મીરાના એક અન્ય મિત્રએ કમેન્ટ કરી કે, “તમે પિઝાથી પણ વધુ સારા દેખાઈ રહ્યા છો”. જ્યારે મીરાએ પોતાના મિત્રની કમેંટનો જવાબ આપતા લખ્યું છે કે, “તમે પિઝા કરતા વધુ સારા દેખાઈ રહ્યા છો”. સાથે જ મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે પોતાના બંને મિત્રો સાથે પૂલની અંદર જોવા મળી રહી છે. વીડિયો શેર કરવાની સાથે મીરાએ લખ્યું છે કે, “ગર્લ્સ ટ્રીપઃ મારી છોકરીઓ સાથે દુનિયાના ટોપ પર”.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) 

પોતાની એક પોસ્ટમાં પોતાના મિત્રો વિશે વાત કરતા મીરા રાજપૂતે લખ્યું, “અમે કોલેજના સમયથી મિત્રો છીએ. ઘણી યાદગાર રાતો ઉપરાંત 7 વર્ષ પછી અમે ગર્લ્સ ટ્રિપ પર છીએ. લેક્ચર હોલ હોય કે દુનિયાની ટોપ પર જાઓ, કેટલીક ચીજો ક્યારેય બદલાતી નથી.”

પોતાના કોલેજના મિત્રો સાથે મીરા ખૂબ એન્જોય કરી રહી છે. તે અત્યાર સુધી દુબઈમાં ઘણી જગ્યાએ ફરી ચુકી છે.