છેવટે સ્વયંવર માં મીકા સિંહને મળી ગઈ દુલ્હન, 45 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રી સાથે ટીવી પર કરશે લગ્ન

બોલિવુડ

પ્રખ્યાત પંજાબી અને બોલિવૂડ સિંગર મીકા સિંહના લગ્ન માટે છોકરી શોધવાની શોધ લાગે છે પૂરી થઈ ગઈ છે. આ દિવસોમાં મીકા સિંહ પોતાના શો ‘મીકા દી વોટી’ને લઈને ચર્ચામાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના સ્વયંવરમાં મીકા સિંહને તેની જીવનસાથી મળી ચુકી છે.

‘મીકા દી વોટી’ શો પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ચુકી છે. આ શોમાં ઘણી અભિનેત્રીઓએ ભાગ લીધો હતો પરંતુ હવે શોમાં માત્ર ચાર છોકરીઓ જ બચી છે. ચારમાંથી કોઈ એક છોકરી મીકા સિંહ સાથે લગ્ન કરીને તેની પત્ની બનશે. શોનો ફિનાલે એપિસોડ હજી સુધી ટીવી પર પ્રસારિત થયો નથી, પરંતુ તે પહેલા શોના વિજેતા કોણ હશે તેના નામનો ખુલાસો થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by STAR Bharat (@starbharat)

જણાવી દઈએ કે ચાર સુંદરીઓમાંથી એકનું નામ આકાંક્ષા પુરી પણ છે. આકાંક્ષા અને મીકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘મીકા દી વોટી’ શોની વિનર આકાંક્ષા પુરી હશે અને તે મીકા સાથે લગ્ન પણ કરશે. જોકે તેની ઓફિશિયલ ઘોષણા 25 જુલાઈએ થશે. કારણ કે આ દિવસે સ્વયંવર ‘મીકા દી વોટી’નો ગ્રાન્ડ ફિનાલે પ્રસારિત થશે.

ભલે 25 જુલાઈએ આ વાતની ઘોષણા થશે કે આકાંક્ષા 45 વર્ષના મીકાની પત્ની બનશે, પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે મીકા અને આકાંક્ષા રિયલ લાઈફમાં એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે. બંને એકબીજાને લગભગ 13-14 વર્ષથી ઓળખે છે. આ વાત આકાંક્ષાએ પોતે સ્વીકારી છે.

શોમાં ભાગ લેતા પહેલા આકાંક્ષાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, હું મિકાને 13-14 વર્ષથી ઓળખું છું. બંને હંમેશા સારા અને ખરાબ સમયમાં એકબીજાની સાથે રહ્યા છે. જ્યારે મને ખબર પડી કે મીકા સિંહ સ્વયંવર કરી રહ્યો છે અને પોતાના માટે કન્યા શોધી રહ્યો છે, ત્યારે મેં મિત્રતાને એક અન્ય તક આપવાનું વિચાર્યું. હું ઇચ્છું છું કે તેની મિત્ર તેની જીવનસાથી બને.

સાથે જ ‘મીકા દી વોટી’ શોના ભાગ બન્યા પછી, આકાંક્ષા પુરીએ કહ્યું હતું કે, “રાજાની એક જ રાણી હશે અને તે હું છું”. હવે લોકો પણ એવું જ માને છે. બંને વચ્ચેની મિત્રતાના લાંબા સંબંધોને જોતા એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બંને પતિ પત્ની તરીકે જોવા મળશે. જો આવું થશે તો મિકા સિંહ ટીવી પર આકાંક્ષા પુરી સાથે બધાની સામે લગ્ન કરશે.