મેડિકલની વિદ્યાર્થી માનુષી છિલ્લર કંઈક આવી રીતે બની મિસ વર્લ્ડ, જજના આ સવાલના જવાબે બદલી નાખી દુનિયા

બોલિવુડ

દરેક છોકરીનું સ્વપ્ન હોય છે કે તે સૌથી સુંદર અને અલગ દેખાય. આવી સ્થિતિમા અપાણે વાત કરીશું એક એવી છોકરીની. જેની સુંદરતાની ચર્ચા તો સામાન્ય છે. આટલું જ નહિં તે મિસ વર્લ્ડની વિજેતા પણ રહી ચુકી છે. આપણે વાત કરી રહ્યા છીએ માનુષી છિલ્લર વિશે જેનો આજે જન્મદિવસ છે. ભાગ્યે જ માનુષી છિલ્લર વિશે ઘણા લોકો જાણતા હશે, કે તે પણ મિસ વર્લ્ડ પહેલા એક સામાન્ય ઘરની છોકરી હતી. તે એક મેડિકલની વિદ્યાર્થી હતી. માનુષી મૂળ રૂપે હરિયાણાની છે પરંતુ તેનો પરિવાર દિલ્હીમાં રહે છે. માનુષીનો જન્મ હરિયાણાના રોહતક જિલ્લામાં થયો હતો પરંતુ તેણે અભ્યાસ દિલ્લીની ‘સેંટ થોમસ’ સ્કૂલથી કર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે આજે માનુષી છિલ્લર તેનો 24 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જે ટૂંક સમયમાં અક્ષય કુમારની સાથે યશરાજ બેનર હેઠળ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં માનુષી છિલ્લર ‘સંયુક્તા’ નું પાત્ર નિભાવી રહી છે. જેનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે.

જણાવી દઈએ કે વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો એવોર્ડ પ્રિયંકા ચોપડાએ જીત્યો હતો. જેના 17 વર્ષ પછી માનુષી છિલ્લરને આ એવોર્ડ મળ્યો. 14 મે 1997 ના રોજ હરિયાણાના રોહતકમાં જન્મેલી માનુષી છિલ્લરે 2017 માં મિસ વર્લ્ડ સ્પર્ધાના ફાઇનલમાં આ એક સુંદર જવાબ આપ્યો હતો, જેના કારણે તેણે 107 દેશોની વિશ્વ સુંદરીઓને પાછળ છોડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ખરેખર માનુષી છિલ્લરને મિસ વર્લ્ડના છેલ્લા રાઉંડમાં આ સવાલ પૂછવામાં આવ્યો કે તે આ દુનિયામાં ક્યા પ્રોફેશનને સૌથી વધુ પગાર મેળવવા માટે હકદાર માને છે?

આ સવાલનો જવાબ આપતા માનુષીએ કહ્યું કે, “જેમ હું મારી માતાની ખૂબ નજીક છું તેથી હું પૈસાની વાત કરી શકતી નથી. જો ઈજ્જત અને પ્રેમની વાત કરું તો દરેક માતા પોતાના બાળકોના સ્વપ્ન પૂર્ણ કરવા માટે બલિદાન આપે છે તેથી મારી નજરમાં સૌથી વધુ સમ્માન અને પગાર મેળવવાનો હક માતા ધરાવે છે.” નોંધપાત્ર વાત એ છે કે માનુષીનો આ જવાબ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. માનુષીના આ જવાબથી મિસ વર્લ્ડના જજ ખૂબ પ્રભાવિત થયા અને માનુષીને મિસ વર્લ્ડની વિજેતા ઘોષિત કરી.

જણાવી દઈએ કે માનુષી મેડિકલની વિદ્યાર્થી રહી છે. તેણે ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટને ક્લિયર કરી હતી. જો માનુષીની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો તેના પિતા ડોક્ટર મિત્ર બાસિ છિલ્લર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) માં વૈજ્ઞાનિક છે. સાથે જ તેની માતા ન્યુરોકેમિસ્ટ્રી વિભાગનિ હેડ છે. માનુષી તેના માતાપિતાની ખૂબ જ નજીક છે અને તેના પરિવારનો પ્રેમ જ તેમની જીતનું કારણ બની હતી. જણાવી દઈએ કે માનુષી પહેલા, 1966 માં રીતા ફારિયા, 1999 માં યુક્તા મુખીએ, 1997 માં ડાયના હેડને, 1994 માં એશ્વર્યા રાયે અને 2000 માં પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.