છેવટે શું અર્થ છે ‘વુડ’ નો, કે જે દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાછળ સરનેમની જેમ લાગી રહે છે

બોલિવુડ

દુનિયાભરમાં ફિલ્મોનો અબજોનો ધંધો છે. દુનિયામાં દર વર્ષે અલગ અલગ ભાષાઓમાં સેંકડો ફિલ્મો બને છે. સાથે જ દરરોજ નવી-નવી ફિલ્મો રિલીઝ પણ થાય છે. આ ઈન્ડસ્ટ્રી દુનિયાના સૌથી મોટા ધંધામાંથી એક છે. દુનિયાના લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. ભારતની બોલીવુડ ઈંડસ્ટ્રી પણ દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં શામેલ છે. અનુમાન મુજબ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મૂલ્ય 183 અબજ ડોલરથી વધુ છે.

દેશ-દુનિયામાં ફિલ્મ ઈંડસ્ટ્રીને હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. આટલું જ નહીં ભારતમાં પણ અલગ-અલગ ભાષાઓની ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલીવુડ, કોલીવુડ, લોલીવુડ અને ટોલીવુડ જેવા નામોથી ઓળખાય છે. પરંતુ આટલા વર્ષોથી ફિલ્મ જોતા-જોતા શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા આ શબ્દોમાં ‘વુડ’ શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અને ક્યાંથી તેની શરૂઆત થઈ હતી.

આ કારણે થયો હતો વુડ શબ્દનો ઉપયોગ: તમને જણાવી દઈએ કે વુડ શબ્દનો ઉપયોગ મુખ્યરીતે હોલીવુડ, ટોલીવુડ, બોલિવૂડ જેવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થાય છે. આ શબ્દનો સૌથી પહેલા ઉપયોગ હોલીવુડમાં કરવામાં આવ્યો હતો. એચ. જે. વિટલે એ આ નામ રાખ્યું હતું. તેમને હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પિતા પણ કહેવામાં આવે છે. આ નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. એચ. જે. વિટલે આ નામ અમેરિકાના લોસ એંજેલિસ શહેરના મધ્યવર્તી વિસ્તારમાં આવેલા હોલીવુડ જિલ્લા ના નામ પર રાખ્યું હતું. પછી ધીમે-ધીમે દુનિયામાં ફિલ્મ ઈંડસ્ટ્રી આગળ વધતી ગઈ ફિલ્મ ઈંડસ્ટ્રીનું નામકરણ થતું રહ્યું. જેમાં બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, લોલીવુડ, સેંડલવુડ જેવી તમામ ઈન્ડસ્ટ્રી શામેલ છે.

બોલિવૂડ: ભારતની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલીવુડના નામથી ઓળખવામાં આવે છે. મુંબઈ અથવા બોમ્બે સિનેમાનો ગઢ હોવાને કારણે હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીનું નામ ‘બોલીવુડ’ પડ્યું. અને તે આ નામથી પ્રખ્યાત થઈ.

લોલીવુડ: પાકિસ્તાનનું શહેર લાહોર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ગઢ છે. તેથી તેનું નામ ‘લોલીવુડ’ છે. અહીં પંજાબી અને ઉર્દૂ ભાષાઓમાં ફિલ્મો બનાવવામાં આવે છે. કોલીવુડ: આ નામ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઉપયોગ કરવામાં આવે છે.

સેંડલવુડ: કન્નડ ફિલ્મોની ઈંડસ્ટ્રી સેંડલવુડ તરીકે ઓળખાય છે. ટોલીવુડ: ટોલીવુડ આ નામ તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રી માટે ઉપયોગ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સિનેમાનો ઈતિહાસ ઓગણીસમી સદી પહેલાનો છે. 1896 માં, લુમેરે બ્રધર્સ દ્વારા શૂટ કરેલી પહેલી ફિલ્મનું પ્રદર્શન મુંબઈમાં કર્યું હતું. ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેએ ભારતની પહેલી લાંબી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી, જે વર્ષ 1913માં રિલીઝ થઈ હતી. તે એક મૂક ફિલ્મ હતી. દાદાસાહેબ માત્ર પ્રોડ્યૂસર જ ન હતા પરંતુ ડિરેક્ટર, લેખક, કેમેરામેન, એડિટર, મેક-અપ આર્ટિસ્ટ અને આર્ટ ડિરેક્ટર પણ હતા.