મૌની રોયે લીધા 7 ફેરા, ગોવામાં સાદગીથી કર્યા લગ્ન, જુવો હલ્દીથી લગ્ન સુધીનો વીડિયો

બોલિવુડ

ટીવી અને બોલિવૂડ બંનેમાં સફળતા મેળવનાર મૌની રોય હવે સિંગલ નથી રહી. તેણે આજે (27 જાન્યુઆરી) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે. સૂરજ અને મૌની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે પોતાના સંબંધને પવિત્ર બંધનમાં બાંધી લીધો.

સૂરજની થઈ મૌની: મૌનીએ ગુરુવારે સવારે મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્ન ગોવામાં થયા હતા. તેમાં સૂરજ અને મૌનીના નજીકના મિત્રો અને સંબંધીઓ જ શામેલ થયા હતા. લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા. તેમાં બોલિવૂડ સ્ટાર્સ વાળી તડક ન હતી. આ લગ્ન હિંદુ મલયાલી પરંપરાઓ નિભાવીને કરવામાં આવ્યા.

લગ્નમાં દેખાઈ ખૂબ જ સુંદર: પોતાના લગ્નમાં મૌની દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના લુકને ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. લાલ બોર્ડરવાળી સફેદ સાડી તેના પર ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ તેની જ્વેલરી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. ચાહકોને પણ મૌનીનો આ લુક ખૂબ પસંદ આવ્યો. હંમેશા બોલ્ડ અને મોડર્ન લુકમાં રહેતી મૌની આ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

મર્યાદિત લોકો લગ્નમાં થયા શામેલ: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મૌનીએ લગ્ન નાના રાખ્યા હતા. તેમાં માત્ર થોડા લોકો જ શામેલ થયા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મૌનીના નજીકના મિત્રો અર્જુન બિજલાની, મંદિરા બેદી, આશકા ગોરાડિયા જેવા સ્ટાર્સ આવ્યા હતા. મૌની અને સૂરજ ઉપરાંત આ મહેમાનોની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

લગ્નનો વીડિયો થયો વાયરલ: મૌની અને સૂરજના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવી રહી છે. દરેક મૌનીને કમેન્ટ કરીને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો એ જોઈને પણ દુઃખી થયા કે તેમનો ક્રશ અને પ્રેમ મૌની રોય હવે સિંગલ નથી રહી. જો કે તે મૌનીના નવા જીવન માટે ખૂબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

આવી રીતે થઈ સૂરજ સાથે મુલાકાત: મૌની અને સૂરજની પહેલી મુલાકાત દુબઈમાં વર્ષ 2019માં થઈ હતી. પછી તેઓ મિત્રો બન્યા હતા. પરંતુ ટૂંક સમયમાં જ તેમની મુલાકાત વધતી ગઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. મૌનીએ આ સંબંધને લાંબા સમય સુધી છુપાવીને પણ રાખ્યો હતો. જોકે હવે લગ્ન પછી તેમનો આ સંબંધ જગજાહેર થઈ ગયો છે.

હલ્દીમાં કરી ખૂબ મસ્તી: લગ્ન ઉપરાંત મૌનીની હલ્દી સેરેમનીનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૌની અને સૂરજ પોતાની હલ્દી સેરેમનીમાં ફૂલ એન્જોય કરતા જોઈ શકાય છે. ચાહકો મૌનીના લગ્નની તમામ વિધિઓ ખૂબ જ રસથી જોઈ રહ્યા છે. અમે પણ મૌની અને સૂરજના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.