કેટરીના એ સાસુ-સસરા સાથે રમી હોળી તો મૌની એ સ્પર્શ કર્યા પતિના પગ, જુવો આ 5 પ્રખ્યાત સ્ટાર્સની લગ્ન પછીની પહેલી હોળીની તસવીરો

બોલિવુડ

જો કે લગ્ન પછીનો પહેલો તહેવાર દરેક માટે ખાસ હોય છે, પરંતુ હોળીની વાત જ અલગ હોય છે. એક તો નવા લગ્ન અને તેના પર અલગ-અલગ રંગોની સ્ટાઈલ ખૂબ જ પ્રેમાળ જોવા મળે છે. 19 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. સામાન્ય લોકોથી લઈને ફિલ્મો અને ટીવીના સ્ટાર્સ સુધી દરેક હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

બોલિવૂડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા સેલેબ્સ છે જેમણે લગ્ન પછી પહેલી હોળી પોતાના પતિ સાથે એંજોય કરી. છેલ્લા એક વર્ષમાં ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાયા અને આ વર્ષે પોતાની પત્ની અથવા પોતાના પતિ સાથે પહેલી હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. ચાલો જાણીએ આવી જ કેટલાક જોડીઓ વિશે.

કેટરીના અને વિકી કૌશલ: આ લિસ્ટમાં એક નામ કેટરીના અને વિકી કૌશલનું પણ છે. ન્યૂલી મેરિડ કપલ ​​વિકી અને કેટરીનાના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા અને લગ્ન પછી બંનેની આ પહેલી હોળી છે. ચાહકોની આતુરતાને સમપત કરતા, વિકી અને કેટરીનાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ પર હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી તેના સાસરિયામાં હોળી રમતા જોવા મળી રહી છે.

રાજકુમાર રાવ અને પત્રલેખા: રાજકુમાર રાવે નવેમ્બર 2021માં લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. હવે આ વર્ષે 2022ની હોળી આ કપલ માટે ખાસ છે, કારણ કે તે બંનેની પહેલી હોળી છે. બંનેએ ચંદીગઢમાં સાત ફેરા લીધા હતા. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

અંકિતા લોખંડે અને વિકી જૈન: સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી અંકિતા લોખંડે અને બિઝનેસમેન વિકી જૈને 14 ડિસેમ્બર 2021ના રોજ ધૂમધામથી લગ્ન કર્યા હતા. બંનેએ રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. મનીષ મલ્હોત્રાના ગોલ્ડન લહેંગામાં જ્યાં અંકિતા રાજકુમારી જેવી લાગી રહી હતી, તો આઈવરી કલરની શેરવાનીમાં વિકી પણ રાજકુમારથી ઓછા લાગી રહ્યા ન હતા.

શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલ: ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા વર્ષ 2021ના અંતમાં જ પોતાના સપનાના રાજકુમાર અને નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે. આવી સ્થિતિમાં, આ વખતે તેની પહેલી હોળી હતી, શ્રદ્ધા આર્યાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. બંને રંગોમાં તરબોળ જોવા મળી રહ્યા છે.

મૌની રોય અને સૂરજ નામ્બિયાર: ગોર્જિયસ ડીવા મૌની રોયે આ વર્ષે જાન્યુઆરી 2022માં પોતાના લવ પાર્ટનર સૂરજ નામ્બિયાર સાથે ડ્રીમ વેડિંગ કર્યા હતા. લગ્ન પછી મૌની રોય અને તેના પતિની આ પહેલી હોળી છે. આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે, મૌનીએ પતિ સૂરજ સાથેના આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. એક તસવીરમાં મૌની સૂરજના પગ સ્પર્શ કરતા જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા તેણે લખ્યું, “તમારું જીવન હંમેશા ખુશી, પ્રેમ અને હાસ્યના રંગોથી ભરેલું રહે. હેપ્પી હોળી.”

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) 

કરિશ્મા તન્ના અને વરુણ: અભિનેત્રી કરિશ્મા તન્નાએ 5 ફેબ્રુઆરીએ વરુણ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની પહેલી હોળી છે. કરિશ્માએ આ ખાસ દિવસને પોતાના પતિ અને પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો છે. દરેકના ચહેરા પર ગુલાલ લાગેલું છે. આ દરમિયાન કપલ રોમેન્ટિક મૂડમાં પણ જોવા મળી હતી. ચાહકોને તેમની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે.