મૌની રોયની જેમ જ ખૂબ જ સુંદર છે તેનું ઘર, જુવો તેના આ સુંદર ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

નાના પડદા પર સુંદર કામ કરી ચુકેલી જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય પોતાની ઓળખ બનાવી રહી છે. મૌનીની ફિલ્મી કારકિર્દી તાજેતરમાં જ શરૂ થઈ છે, જો કે તે પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને ફેશન સ્ટાઈલથી પણ ચર્ચામાં બની રહે છે.

જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બર 1985 ના રોજ કૂચ બિહારમાં મૌનીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ અનિલ રોય છે જ્યારે માતાનું નામ મુક્તિ રોય છે. સાથે જ અભિનેત્રીના ભાઈનું નામ મુખર રોય છે. મૌની છેલ્લા 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. મૌની વર્ષ 2006 થી ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તેણે ઘણી સીરિયલમાં કામ કર્યું છે.

જણાવી દઈએ કે વર્ષ 2006 માં મૌનીએ પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ નામની પ્રખ્યાત સિરિયલથી કરી હતી. તેમાં અભિનેત્રીએ તુલસીની ભૂમિકા નિભાવી હતી.

મૌનીને તેની સાચી ઓળખ વર્ષ 2011 માં આવેલી સીરીયલ ‘દેવોં કે દેવ મહાદેવ’ થી મળી હતી. અભિનેત્રી માતા પાર્વતીની ભૂમિકામાં જોવા મળી હતી અને તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આજે કરોડો રૂપિયાની માલિક બની ચુકેલી મૌની રોય મુંબઈમાં એક લક્ઝરી ઘરમાં રહે છે. ચાલો તમને આ અભિનેત્રીના ઘરનો સુંદર નજારો બતાવીએ.

મુંબઈમાં અત્યારે જે ઘરમાં મૌની રહે છે તે ઘર તેમણે વર્ષ 2018 માં ખરીદ્યું હતું. મૌનીનું ઘર મુંબઈના પ્રખ્યાત અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં છે. અવારનવાર પોતાના ઘરેથી પણ સોશિયલ મીડિયા પર મૌની પોતાની તસવીરો શેર કરતી રહે છે. ઘરની સીડીઓ પર બેસીને પોઝ આપી રહેલી મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૌની જે જગ્યા પર રહે છે ત્યાં અન્ય ઘણા પ્રખ્યાત કલાકારોના ઘર બનેલા છે. વર્ષ 2018 માં ખરીદેલા પોતાના આ ઘરને મૌનીએ ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. મૌનીના ઘરનો અંદરનો નજારો પણ ખૂબ જ સુંદર છે. તે ઘણીવાર તેના ચાહકોને પોતાના ઘરની ઝલક બતાવતી રહે છે. સુંદર હોવાની સાથે જ તેનું ઘર ખૂબ વ્યવસ્થિત પણ જોવા મળે છે.

મૌનીના ઘરમાં રાખવામાં આવેલું ફર્નિચર ખૂબ જ લક્ઝરી હોવાની સાથે જ ખૂબ જ સિંપલ પરંતુ સુંદર છે. અભિનેત્રીએ હળવા રંગના ફર્નિચરનો ઉપયોગ કર્યો છે. મૌનીએ ઘરની સજાવટ માટે મોટાભાગે સફેદ રંગનો ઉપયોગ કર્યો છે. જ્યારે ઘરની દિવાલોનો રંગ સફેદ છે, તો કેટલાક સોફા અને પડદા પણ સફેદ રંગના જોવા મળી રહ્યા છે.

આ વાતમાં કોઈ શંકા નથી કે મૌની રોયની જેમ તેનું ઘર પણ ખૂબ જ સુંદર છે. પોતાની જેમ જ અભિનેત્રીએ પોતાના ઘરને પણ સજાવ્યું છે. તેમણે દરેક જગ્યાની દરેક ચીજને ખૂબ મહત્વ આપ્યું છે. આ તેના લિવિંગ રૂમનો નજારો છે. મૌનીએ ઘરમાં હરિયાળીને પણ જગ્યા આપી છે. પોતાના પાલતૂ ડોગી સાથે જે જગ્યા પર મૌની ઉભેલી છે તે જગ્યા તે યોગા અને ફિટનેસ એક્ટિવિટીઝ માટે ઉપયોગ કરે છે.

જણાવી દઈએ કે પોતાને ફિટ, સ્વસ્થ અને સુંદર રાખવા માટે, મૌની કસરત અને યોગ પણ કરે છે. તે એક ફિટનેસ ફ્રીક છે. આ અભિનેત્રીના ઘરની બાલકની નો નજારો છે જ્યાં તે યોગા કરતા જોવા મળી શકે છે. અહીંથી બહાર જોવા પર મનમોહક નજારો જોવા મળે છે.