પત્રકાર બનવા નીકળેલી મોની રોય કેવી રીતે બની ગઈ નાગિન, વાંચો મોનીની રસપ્રદ લાઈફ સ્ટોરી

બોલિવુડ

મૌની રોય આજે કોઈ ઓળખની મોહતાજ નથી, તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. આજની તારીખમાં જો સિલ્વર સ્ક્રીન પર નાગિન માટે કોઈ ભૂમિકા હોય, તો તેના માટે મોનીથી શ્રેષ્ઠ કોઈ પાત્ર ન હોઈ શકે, હવે ઘર-ઘરમાં તેને નાગિનની ઓળખ મળી ચુકી છે. મોની અભિનેત્રી હોવાની સાથે સાથે ડાંસર અને ફિઝિકલ ફિટનેસ એંથુસિયાસ્ટ પણ છે. 28 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે જ મોનીનો જન્મદિવસ હતો, જેને તેમણે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. ચાલો આજે અમે તમને મોનીના જીવનના કેટલાક રસપ્રદ પાસાઓ વિશે જણાવીએ જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

36 વર્ષની મોનિકા જૈનનો જન્મ 1985 માં પશ્ચિમ બંગાળના બિહારમાં થયો હતો, તેમના દાદા શેખર ચંદ્ર જાણીતા થિયેટર આર્ટિસ્ટ હતા. જ્યારે તેના પિતા અનિલ રોય જિલ્લા કચેરીમાં જ એક ક્લાર્કની નોકરી કરે છે, મોની તેના પિતાને જ તેના રોલ મોડેલ જણાવે છે. પરિવારના અન્ય સભ્યોની વાત કરીએ તો તેની માતા મુક્તિ રોય પણ એક થિયેટર આર્ટિસ્ટ છે. મોનીનો એક નાનો ભાઈ છે જેનું નામ મુખર રોય છે.

તે ઘરની બહાર તો પત્રકાર બનવા માટે આવી હતી પરંતુ બની ગઈ અભિનેત્રી જે તેનું સપનું હતું. મોનીને દાદાની જેમ શરૂઆતથી જ એક્ટિંગ અને થિયેટર પસંદ હતું પરંતુ પિતા ઇચ્છતા હતા કે મોની પત્રકાર બને અને તેથી જ તે દિલ્હી આવી અને તેમણે જામિયા મિલિયા ઇસ્લામિયા માંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો.

આ પહેલા તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી મિરાન્ડા હાઉસ ઇંગ્લિશ ઓનર્સ પણ કર્યું, પરંતુ ત્યાં તેનું મન બિલકુલ પણ ન લાગ્યું અને અભ્યાસ વચ્ચે જ છોડીને તે સીધી ત્યાંથી મુંબઈ ચાલી ગઈ. ટીવી ઈન્ડસ્ટ્રીમાં થોડો સંઘર્ષ કર્યા પછી જ તેને 2007 માં લોકપ્રિય સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થી માં “કૃષ્ણ તુલસી” નો રોલ મળી ગયો, તેનો આ રોલ એટલો પ્રખ્યાત થયો કે મોની ઘર-ઘરમાં ઓળખાવા લાગી.

ક્યોંકી સાસ ભી કભી બહુ થી સિરીયલ બંધ થયા પછી, લગભગ મોની ને લોકો ભૂલી ચુક્યા હતા પરંતુ તેમણે કમબેક કર્યું નાગિન સીરિયલથી અને તેમનું આ પાત્ર લોકોને એટલું પસંદ આવ્યું કે લોકો તેના પાત્ર નાગિન તરીકે જ તેને ઓળખવા લાગ્યા. ટીવી સિરિયલોની સાથે મોની હવે આલ્બમમાં પણ જોવા મલવા લાગી છે, તેની સુંદરતાનો જાદુ એવો છે કે કોઈ પણ તેને અવગણી શકતા નથી. એક્ટિંગ ઉપરાંત મોની એક શ્રેષ્ઠ ડાંસર પણ છે, તે નચ બલિયેમાં પણ જોવા મળી ચુકી છે.

જો મોનીના રિલેશનશિપની વાત કરીએ તો તેના વિશે કોઈ નથી જાણતું, જોકે તેનું નામ બિગ બોસના સ્પર્ધક રહેલા મોહિત રૈના સાથે ઘણી વખત જોડાઈ ચુક્યું છે પરંતુ બંને વિશે કંઈ કહી શકાય નહીં. મોની પોતે પણ તેને લઈને ક્યારેય કોઈ વાત નથી કરતી.

તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને અપડેટ આપતી રહે છે, તાજેતરમાં તેણે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી, જેમાં મોની હંમેશની જેમ હોટ જોવા મળી રહી છે.