શું મૌની રોય એ લોકડાઉનમાં ગુપ્ત રીતે કરી લીધા છે લગ્ન? જાણો મૌનીના લગ્નનું સત્ય

બોલિવુડ

દુલ્હનનો પહેરવેશ દરેક સ્ત્રી માટે વિશેષ હોય છે. તેનું સ્વપ્ન હોય છે કે જીવનમાં એકવાર તે દુલ્હનની જેમ તૈયાર જરૂર થાય. ખાસ કરીને ભારતીય દુલ્હનના પહેરવેશમાં મહિલાઓની સુંદરતા દસગણી વધી જાય છે. દરેક છોકરી દુલ્હનના પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગે છે. જ્યારે કોઈ બોલિવૂડ સેલિબ્રિટી દુલ્હનના કપડા પહેરે છે, ત્યારે તેનો લુક ટ્રેન્ડ થવા લાગે છે.

તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી મૌની રોય પણ દુલ્હનના લુકમાં જોવા મળી હતી. ખરેખર મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે બ્રાઇડલ લુકમાં જોવા મળી રહી છે. આ સમય દરમિયાન, અભિનેત્રીએ ઓફ વ્હાઇટ કલરનો ફૂલ એમ્બ્રોઇડરી લહેંગો પહેર્યો છે. આ સાથે તેણે હેવી જ્વેલરી અને ન્યૂડ મેક અપ કેરી કર્યો છે. આ લુકમાં તે સ્વર્ગની અપ્સરાથી ઓછી નથી લાગતી.

વીડિયોના બેકગ્રાઉંડમાં બંગાળી મ્યૂઝિક પણ વાગી રહ્યું છે. મૌનીનો આ લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેના વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. ચાહકો તેના બ્રાઈડલ લુકની પ્રસંશા કરી રહ્યા છે. જો કે મૌનીના બ્રાઈડલ લુકની તસવીરો સામે આવવાથી એ પણ સવાલ આવી રહ્યા છે કે શું મૌની એ ખરેખર લગ્ન કરી લીધા છે?

ચાલો હવે અમે તમને લગ્નનું સત્ય જણાવીએ. નહિં મૌની રોયે લોકડાઉનમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા નથી. પરંતુ તેમણે આ બ્રાઈડલ લુક એક ફોટોશૂટ માટે તૈયાર કર્યો હતો. મૌની ક્યારે લગ્ન કરશે તે વાતની જાણ નથી, પરંતુ જ્યારે પણ તે રિયલમાં દુલ્હન બનશે ત્યારે તે ખૂબ જ સુંદર લાગશે. તેની સુંદરતાની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.

કામની વાત કરીએ તો, મૌની રોય થોડા સમય પહેલા તેના લેટેસ્ટ ગીત ‘પતલી કમરીયા’માં જોવા મળી હતી. આ ગીતને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મો વિશે વાત કરીએ તો મૌની ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’ નામની ફિલ્મમાં જોવા મળશે. તે ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ અભિનેત્રી છેલ્લે ‘લંડન કોન્ફિડેંશિયલ’ નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી.