પતિ સાથે ‘સદગુરૂ’ ના દરબારમાં પહોંચી મૌની રોય, લીધા આશીર્વાદ… જુવો તસવીરો અને વીડિયો

બોલિવુડ

નાના પડદાની અભિનેત્રીથી હિન્દી સિનેમાની અભિનેત્રી બનેલી મૌની રોય તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ છે. તેણે થોડા દિવસ પહેલા પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ગોવામાં ખૂબ જ ધામધૂમથી થયા હતા.

મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન મલયાલી અને બંગાળી રીતિ-રિવાજ મુજબ થયા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. નવપરણિત કપલને ચાહકોએ અને બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

મૌની રોય પતિ સાથે હવે આધ્યાત્મિક ગુરુ ‘સદગુરુ’ના આશીર્વાદ લેવા અને તેમને મળવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર ત્રણેયની તસવીર વાયરલ થઈ રહી છે. લગ્ન પછીથી અવારનવાર મૌની કોઈને કોઈ તસ્વીર શેર કરી રહી છે અને હવે તેણે તાજેતરમાં જ એક અન્ય પોસ્ટ કરી છે જે ચર્ચામાં છે.

સદગુરુને મળવા માટે, મૌની અને સૂરજ બંનેએ લાલ રંગના કપડાંને પ્રાથમિકતા આપી. સદગુરુ સાથે મૌની લાલ રંગની સાડીમાં જોવા મળી. સાથે જ સૂરજ નામ્બિયારે લાલ રંગનો કુર્તો અને સફેદ રંગનો પાયજામા પહેર્યો હતો. સદગુરુ આ દરમિયાન ઝુલા પર નવપરણિત કપાલની વચ્ચે બેઠેલા જોવા મળ્યા. તસવીર પોસ્ટ કરવાની સાથે તેણે લખ્યું કે, “કૃતજ્ઞ કૃતજ્ઞ ધન્ય”.

સદગુરુ સાથે એક તસવીરમાં મૌની એકલા પોઝ આપી રહી છે અને તે એક તસવીરમાં સદગુરુ સાથે વાતચીત કરતા પણ જોવા મળી રહી છે. આ તસવીરોને અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી હતી અને સાથે જ ઈન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું હતું કે, “અમૂલ્ય વાતચીત”.

સોશિયલ મીડિયા પર આ તસવીરોને મૌની રોયના ચાહકો એ ખૂબ જ પસંદ કરી છે. લાખોની સંખ્યામાં આ તસવીરોને લાઈક્સ મળી છે. સાથે જ કમેંટ્સ પણ અટકી રહી નથી. ચાહકોની સાથે જ મૌનીની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ એ પણ કોમેન્ટ કરી છે. તસવીરો ઉપરાંત મૌનીએ એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

વીડિયોની શરૂઆતમાં મૌની પોતાની કારમાં પતિ સૂરજ સાથે જોવા મળી રહી છે. સૂરજ કાર ચલાવી રહ્યો છે. વીડિયો અને તસવીરો પર એક યુઝરે કોમેન્ટ કરી, “સુંદર તસવીર”. સાથે જ એક યુઝરે કમેંટમાં લખ્યું કે, “તમારા બંનેની જોડી ખૂબ સારી લાગી રહી છે”. સાથે જ એક ચાહકે મૌનીની પ્રસંશા કરી અને પોતાને અભિનેત્રીના મોટા ફેન જણાવ્યા.