મથુરા-વૃંદાવનમાં કેટલા પ્રકારની હોળી ઉજવવામાં આવે છે, જુઓ તેની સુંદર તસવીરો

Uncategorized

સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વધુ મહત્વ છે. ફાગણ મહિનામાં પૂનમના દિવસે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ મથુરામાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

કાન્હાની નગરીમાં પણ હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દેશમાં હોળી ઘણી રીતે ઉજવવામાં આવે છે. ગુલાલ અને રંગ ઉપરાંત ફૂલો અને લાકડીઓથી હોળી રમવામાં આવે છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે વૃંદાવનમાં હોળીનો તહેવાર 40 દિવસ સુધી ચાલે છે.

વૃંદાવનની હોળીનું પોતાનું આગવું મહત્વ છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે વૃંદાવનમાં હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે.

1. રંગોની હોળી: દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ કાન્હાની નગરી બ્રજની હોળી પોતાનામાં જ સમગ્ર દુનિયાને સમાવે છે. અહીં હોળીના એક મહિના પહેલા આ તહેવારની શરૂઆત થાય છે. રાધા રાની અને કૃષ્ણની લીલાનો આનંદ માણવામાં આવે છે. આ ખાસ તહેવાર પર બ્રજવાસીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે.

2. લાડુ માર હોળી: વૃંદાવનમાં રંગો ઉપરાંત લાડુની હોળી પણ રમવામાં આવે છે. ફાગણ મહિનામાં શુક્લ પક્ષની આઠમ તિથિએ બરસાના ના શ્રીજી મંદિરમાં લાડુની હોળી રમવામાં આવે છે. એવું કહેવાય છે કે શ્રીજી લાડલી મંદિરમાં લાડુ માર હોળીની શરૂઆત દ્વાપર યુગથી થઈ હતી.

3. લઠમાર હોળી: બરસાનાની લઠમાર હોળીનો પોતાનો એક અલગ ઉત્સાહ છે. બરસાનાની લઠમાર હોળીમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પણ લોકો પહોંચે છે. આ તહેવાર જોવા આવતા પર્યટકો મસ્તીનો આનંદ લે છે અને અહીં સુંદર તસવીરો પોતાના કેમેરામાં કેદ કરે છે. લઠમાર હોળીને રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

4. ફૂલોની હોળી: રમણરેતીમાં રાધા રાણી અને કૃષ્ણના ભક્તો ફૂલોની હોળી રમે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ અહીંથી હોળી રમવાની શરૂઆત કરી હતી. આ કારણથી બ્રજમાં હોળીની શરૂઆત રમણરેતીમાં ફૂલોની હોળી સાથે થાય છે. અહીં રાધા રાણી અને કૃષ્ણને ફૂલોથી ઢાંકવામાં આવે છે.

5. દુલ્હંડી હોળી: રાજસ્થાન અને હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બરસાનાની લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. તેને દુલ્હંડી કહેવાય છે. આ હોળીમાં ફરક એ છે કે અહીં દેવર-ભાભી એકબીજાને રંગવાના પ્રયત્નો કરે છે અને બદલામાં ભાભી દેવરના દુપટ્ટાથી બનેલા કોડેથી પીટે છે.