એશિયા કપ 2022ની બીજી મેચ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ મેચ પર દુનિયાભરની નજર ટકેલી હતી. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હારનો હિસાબ ચુકતો કરી લીધો.
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન પૂરી 20 ઓવર પણ રમી શક્યું નહિં. 1 બોલ પહેલા જ પાકિસ્તાનની ઈનિંગ 147 રન પર ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન માટે વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 43 રન બનાવ્યા. સાથે જ ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી. સાથે જ હાર્દિક પંડ્યાને 3, અર્શદીપ સિંહને બે અને આવેશ ખાનને એક વિકેટ મળી.
148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યાએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી. તેમણે માત્ર 17 બોલમાં 33 રન બનાવ્યા. આ સાથે જ વિનિંગ સિક્સર પણ હાર્દિકના બેટમાંથીજ નીકળી. જ્યારે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ 35-35 રનની ઇનિંગ્સ રમી. ભારતની જીતનું સેલિબ્રેશન દેશભરમાં કરવામાં આવ્યું. સાથે જ આ જીત પર બોલિવૂડમાં ખુશીની લહેર જોવા મળી. ચાલો જોઈએ ભારતની શાનદાર જીત પર બોલિવૂડ સેલેબ્સએ શું કહ્યું છે.
અર્જુન રામપાલે કહ્યું- ઈન્ડિયા રોક્સ: બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે પાકિસ્તાન સામે મળેલી જીત પર ખુશી વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘હા ભારત… શું રમત હતી. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો આભાર. ઈન્ડિયા રોક્સ’.
અભિષેક બચ્ચને કર્યું આ ટ્વિટ: જુનિયર બચ્ચન એટલે કે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને એક ટ્વિટમાં લખ્યું કે, ‘Yessass…common’. સાથે જ તેમણે ટ્વીટમાં બ્લુ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું.
કાર્તિક આર્યને વીડિયો શેર કરીને વ્યક્ત કરી જીતની ખુશી: હિન્દી સિનેમાના ઉભરતા અભિનેતા કાર્તિક આર્યન પણ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશ જોવા મળ્યા. કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, “હું આખો દિવસ ભારતની જીત માટે પ્રાર્થના કરતો રહ્યો. હાર્દિક રૂહ બાબા’.
View this post on Instagram
આયુષ્માન-ખુરાના અને અનન્યા પાંડેએ ક્રિકેટ રમીને સેલિબ્રેશન કર્યું, કર્યો ડાન્સ: આયુષ્માન ખુરાના અને અભિનેત્રી અનન્યા પાંડે અ દિવસોમાં ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું શૂટિંગ મથુરામાં કરી રહ્યાં છે. આયુષ્માને ઈન્સ્ટા પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને અનન્યા પોતાની ટીમ સાથે ક્રિકેટ રમી રહ્યાં છે. સાથે જ તે કાલા ચશ્મા ગીત પર ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો અનન્યા પાંડેએ પણ શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે, ‘જીત ગયા ઈન્ડિયા’. અભિનેતા શરદ કેલકરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજ કી શામ ભારત કે નામ’.
વિવાદિત અભિનેતા અને સ્વ-ઘોષિત ફિલ્મ ક્રિટિક્સ કમાલ રાશિદ કુમારે ટ્વીટ કરતા લખ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન મેચમાં જીત માટે રોહિત શર્મા અને તેની ટીમને અભિનંદન’.
ફિલ્મ મેકર અશોક પંડિતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘યે તો હોના હી થા. #વંદે માતરમ’.
અભિનેતા રિતેશ દેશમુખે ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘પ્રશંસા સ્વીકાર કરજો હાર્દિક પંડ્યા. , શું મેચ વિનર છે? મહાન મેચ !! અભિનંદન ટીમ ઈન્ડિયા..સારી રીતે રમી ટીમ પાકિસ્તાન. #INDvsPAK
બોબી દેઓલે લખ્યું કે, ‘ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન, સુંદર સ્ટાઈલમાં મેચ પૂર્ણ કરવા માટે સિક્સર. શું સમાપન છે.’
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘જીત જાયેંગે હમ… તુ અગર સંગ હૈ! જય હિન્દ! #INDvsPAK
સાથે જ અભિનેતા આફતાબ શિવદાસાનીએ લખ્યું કે, ‘કેવો છે જોશ ઈન્ડિયા? મહાકાવ્ય સ્પર્ધા – સર્વશ્રેષ્ઠ #INDvsPAK. તમારું સ્વાગત છે રાજા વિરાટ કોહલી. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમારનુંસુંદર પ્રદર્શન. સારૂં રમ્યા પાકિસ્તાન. #AsiaCup2022.