નવરાત્રીમાં માતા રાનીને આ 9 ચીજોનો ભોગ લગાવવાથી માતા રાની થાય છે ખુશ અને મળે છે તેમના આશીર્વાદ

ધાર્મિક

નવરાત્રીનો પવિત્ર તહેવાર આજે એટલે કે 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભક્તો અત્યારથી માતા રાણીને પ્રસન્ન કરવાની તૈયારીમાં લાગી ગયા છે. કોઈ બજારમાંથી માતાની મૂર્તિ ખરીદીને લાવી રહ્યા છે તો કોઈ માતાના શણગારની ચીજો ખરીદી રહ્યા છે. નવરાત્રિમાં લોકો માતા રાનીને ભોગ પણ લગાવે છે. સામાન્ય રીતે લોકોની ધારણા હોય છે કે તે માતાને મોંઘી મીઠાઈઓ અથવા છપ્પન ભોગ લગાવશે ત્યારે જ તે પ્રસન્ન થશે. પરંતુ સત્ય તો એ છે કે ગોળ, ઘી અને દૂધ સહિત 9 સરળ ચીજોથી પણ માતા ખુશ થઈ જાય છે.

નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે. દરેક દિવસ એક વિશેષ માતાનો દિવસ હોય છે. આવી સ્થિતિમાં જો તમે દરેક દિવસે અમારા દ્વારા જણાવ્યા મુજબ માતા રાનીને ખાસ ચીજોનો ભોગ લગાવો છો, તો તે તમારાથી જલ્દીથી પ્રસન્ન થશે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન માતા રાની ધરતી પર ભ્રમણ કરે છે. તેથી આ દિવસોમાં જેમણે માતાને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ લીધા તેનું નસીબ ખુલી જાય છે. પછી તેને જીવનમાં ક્યારેય કોઈ ચીજની અછત થતી નથી. તો ચાલો કોઈ વિલંબ કર્યા વગર જાણીએ કે કયા દિવસે કઈ ચીજનો ભોગ લગાવવો જોઈએ.

નવરાત્રિના પહેલા દિવસે માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગાયનું ઘી ચળાવવાથી માતા શૈલપુત્રી પ્રસન્ન થાય છે. જો તમે ઇચ્છો તો ગાયના ઘીના હલવાનો પણ ભોગ લગાવી શકો છો.

નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખાંડનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. તમે તમારી ક્ષમતા મુજબ આ ખાંડથી કોઈ મીઠાઈ બનાવીને પણ ભોગમાં ચળાવી શકો છો.

નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દૂધનો ભોગ ચળાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે દૂધનું દાન કરવું પણ પુણ્યનું કાર્ય છે.

નવરાત્રીનો ચોથો દિવસ મા કુષ્માંડાનો દિવસ હોય છે. આ દિવસે માલપુઆનો ભોગ લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને આપણને સદબુદ્ધિ આપે છે.

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેળાનો ભોગ ચળાવવાથી માતા રાની પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી આપણા જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મધનો ભોગ લગાવવો ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વધારો થાય છે.

નવરાત્રીનો સાતમો દિવસ માતા કાલરાત્રિનો હોય છે. આ દિવસે ગોળનો ભોગ લગાવવાથી અને બ્રાહ્મણોને દાન કરવાથી માતા રાની પ્રસન્ન થાય છે. તેનાથી આપણા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

નવરાત્રીના આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નારિયેળનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી સંતાન સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન થાય છે.

નવરાત્રીનો છેલ્લો એટલે કે નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીનો હોય છે. આ દિવસે તમારે તલનો ભોગ લગાવવો જોઈએ. સાથે જ આ દિવસે કન્યાઓને ચણા-પુરી અને ખીર ખવડાવવી ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે ઇચ્છો તો, તમે છોકરીઓને ભેટ તરીકે કેટલાક પૈસા અથવા કોઈપણ સામાન પણ આપી શકો છો.