આ 5 ચીજોમાં બિરાજમાન હોય છે માતા લક્ષ્મી, તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં જરૂર રાખો આ ચીજો

ધાર્મિક

હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાઈ છે, તેની ઝોલી ખુશીઓથી ભરી દે છે. સાથે જ જે વ્યક્તિથી લક્ષ્મી નારાજ થઈ જાઈ છે, તેને પૈસાનું નુક્સાન તો થાય છે, તેના ચહેરાની સુંદરતા પણ દૂર ચાલી જાય છે. જૂના સમયથી લઈને આજ સુધી કોઈ એવી ચીજ છે જે બદલાઈ નથી તો તે છે પૈસાની ઈચ્છા. દરેક વ્યક્તિ વધુમાં વધુ સુખી જીવન જીવવા માટે પૈસા કમાવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે ઘરમાં તે કઈ ચીજો એવી છે જેમાં માતા લક્ષ્મી વાસ કરે છે અને તેને ઘરમાં રાખવાથી તમારા પર આશીર્વાદ વરસશે.

સાવરણી: ઘરની ગંદકી દૂર કરતી સાવરણી ખરેખર લક્ષ્મી માતાનું જ પ્રતીક છે. વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીનું ખૂબ મહત્વ છે. જે ઘરમાં નિયમિત સ્વચ્છતા થાય છે, ત્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે. આવી સ્થિતિમાં સાવરણીનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. સાથે જ તેને ક્યારેય પગ ન લગાવવો જોઈએ. સાવરણીનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ. જો તમે કોઈને સાવરણીનું દાન કરો છો તો લક્ષ્મી તમારા પર નારાજ થઈ શકે છે. જો સાવરણી ખરાબ થઈ ગઈ છે, તો શનિવારના દિવસે નવી સાવરણી ખરીદો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

તુલસીનો છોડ: હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ જ તુલસીને ધરતી પર લાવ્યા હતા. તુલસીના પાન વગર કૃષ્ણ ભોગ ગ્રહણ નથી કરતાં. એવું માનવામાં આવે છે કે તુલસીમાં લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં હંમેશા ઘરમાં પૂર્વ દિશામાં છોડ લગાવવો જોઈએ. ઘરની ઉત્તર દિશામાં છોડ લગાવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બની રહે છે. સાથે જ તુલસીના છોડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પીપળાનું વૃક્ષ: પીપળનું વૃક્ષ હિંદુ ધર્મમાં ઘણી બાબતોમાં વિશેષ છે. ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે વૃક્ષોમાં તે પીપલ છે. સાથે જ 33
કરોડ દેવી-દેવતાનો વાસ પણ પીપળના વૃક્ષમાં જ છે. આટલું જ નહીં માતા લક્ષ્મી પણ પીપળના વૃક્ષમાં પણ બિરાજમાન રહે છે. જો કે રાત્રી દરમિયાન તેની બહેન અલક્ષ્મી વાસ કરે છે. આ કારણે પણ લોકો પીપળના ઝાડ પાસે રાત્રે સૂતા નથી. સાથે જ ઘરમાં પીપળનું વૃક્ષ ક્યારેય ન લગાવવું જોઈએ. જો તે જાતે ઉગે છે તો તેને વિધિ વિધાનથી દૂર કરી તેને બીજી જગ્યાએ લગાવી દો.

કમળ નું ફૂલ: કમળનું ફૂલ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. તમે જોયું હશે કે ઘણી તસવીરોમાં દેવી લક્ષ્મી કમળના ફૂલ પર બેઠેલી જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ઘરના મુખ્ય દરવાજા પર એક કળશમાં પાણી ભરી તેમાં કમળનું ફૂલ રાખી દો. તે સૂચવે છે કે તમે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છો. જો તમે તિજોરીમાં કમળનું ફૂલ રાખી દો તો તમને પૈસાની કમી નહીં થાય.

શંખ: હિંદુ ધર્મમાં શંખનું પણ ખૂબ મહત્વ છે. ભગવાનની પૂજા કરતી વખતે શંખ વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધર્મ અનુસાર શંખ વગાડવાનું પણ મહત્વનું હોય છે કારણ કે તે જગતપિતા ભગવાન નારાયણ ધારણ કરે છે. શંખમાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન માટે ભગવાન વિષ્ણુએ કાચબા સ્વરૂપે અવતાર લીધો હતો. આ પછી સમુદ્રમાંથી એક શંખ નીકળ્યો હતો જેમાં દેવી લક્ષ્મી અવતારિત થઈ હતી. ભગવાન વિષ્ણુએ ત્યારે દેવી લક્ષ્મી સાથે લગ્ન કરી શંખ ધારણ કર્યો હતો. આવી સ્થિતિમાં ઘરમાં શંખ ​​રાખવો ખૂબ જ શુભ હોય છે. સાથે જ દક્ષિણમુખી શંખ ઘરમાં રાખો.