માતા લક્ષ્મીના આગમન પહેલા મળે છે આ 6 શુભ સંકેત, જો આ સંકેત મળે તો સમજી લો કે લાગવાની છે લોટરી, મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

આ દુનિયામાં દરેક વ્યક્તિ અમીર બનવા ઈચ્છે છે. લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. કેટલાક લોકોને ઓછી મહેનતમાં સફળતા મળી જાય છે, તો કેટલાક લોકોને સખત મહેનત કરીને પણ સફળતા નથી મળતી. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે, તે વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેય પૈસાની કમી થતી નથી. માતા લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને પોતાના જીવનમાં ખૂબ પૈસા અને સુખ-સુવિધાઓ મળે છે. ઓછી મહેનતમાં વ્યક્તિ ઘણું બધું મેળવી લે છે. આ કારણથી માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો વિશેષ પૂજા-પાઠ અને વિવિધ ઉપાયો અપનાવે છે.

હિન્દુ ધર્મમાં પણ મા લક્ષ્મીને ધનની દેવી જણાવવામાં આવે છે. એક વખત માતા લક્ષ્મી જેમનાથી પ્રસન્ન થઈ જાય છે, તેમને ધનવાન બનતા સમય લાગતો નથી. પરંતુ તમને જણાવી દઈએ કે મા લક્ષ્મી આવતા પહેલા ઘણા સંકેતો આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માતા લક્ષ્મીજી તેમના આગમન પહેલા કેટલાક શુભ સંકેતો આપે છે. જો આ સંકેતોને કોઈ વ્યક્તિ સમજી લે તો તેને ઘણો લાભ મળે છે. તો ચાલો જાણીએ મા લક્ષ્મીના આગમનના આ શુભ સંકેતો વિશે.

કાળી કીડીઓનું ઘરમાં આગમન: જ્યોતિષ શાસ્ત્રમાં કાળી કીડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈના ઘરમાં અચાનક ક્યાંકથી કાળી કીડીઓનું ટોળું આવી જાય તો આવી સ્થિતિમાં સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ સંકેતનો એ અર્થ હોય છે કે તમને ક્યાંકથી પૈસા અથવા સંપત્તિ મળી શકે છે.

કોઈને ઝાડૂ લગાવતા જોવા: જો તમે સવારના સમયે ઘરેથી નીકળીને ક્યાંક જઈ રહ્યા છો અને તમને કોઈ વ્યક્તિ ઝાડૂ લગાવતા જોવા મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારો કોઈપણ વિવાદ ટૂંક સમયમાં જ હલ થઈ જશે. માની લો જો કોઈ કોર્ટ-કચેરીની બાબત ચાલી રહી છે, તો તેમાં તમને ટૂંક સમયમાં છુટકારો મળી શકે છે.

ઘરમાં ચકલીનો માળો: અવારનવાર એવું જોવા મળે છે કે ચકલીઓ ઘરમાં આવીને માળા બનાવે છે. જો તમારા ઘરમાં પણ કોઈ ચકલી માળો બનાવે છે તો તમે તેને હટાવો નહીં, કારણ કે વાસ્તુમાં તેને માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. તમે તેને દૂર કરવાને બદલે, તેને ઝાડ પર રાખી દો. આમ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘર-પરિવારની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

કૂતરો મોંમાં રોટલી લઈને જોવા મળે: જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો જો તમે સવારે સ્નાન વગેરે કરીને ઘરની બહાર નીકળી રહ્યા છો અને તમને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં રોટલી લઈને અથવા કંઈક શાકાહારી લઈને જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ટૂંક સમયમાં જ માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. તેનો અર્થ એ છે કે તમને ક્યાંકથી ધન લાભ મળવાનો છે. એવું માનવામાં આવે છે કે કૂતરા દ્વારા શાકાહારી ચીજો મોકલીને ધનની દેવી પોતાના આગમનના સંકેત આપે છે.

આ હાથમાં ખંજવાળ આવવી: જો કોઈ વ્યક્તિના જમણા હાથમાં ખંજવાળ આવે છે, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને પોતાના જીવનમાં અચાનક ધન લાભ મળવાનો છે. આ ઉપરાંત જો સવારે આંખ ખુલતાની સાથે જ શંખનો અવાજ સંભળાય તો તે ધનના આગમનના સંકેત માનવામાં આવે છે.