ખૂબ જ ચમત્કારિક છે માતા લક્ષ્મીના આ મંત્રો, તેના જાપ કરવાથી જીવનમાં આવશે અઢળક ધન-સંપત્તિ

ધાર્મિક

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે જણાવવામાં આવ્યા છે. લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનમાં ધન-સંપત્તિ જળવાઈ રહે છે અને પૈસાની અછત ક્યારેય નથી થતી. જે લોકો ધનવાન બનવા ઈચ્છે છે, તે લોકો માતા લક્ષ્મીની પૂજા જરૂર કરો અને માતાને પ્રસન્ન કરવા માટે લાલ કિતાબમાં જણાવેલ આ ટોટકા પણ કરો. આ ટોટકા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યા નથી આવતી. તો ચાલો જાણીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ટોટકા વિશે.

શુક્રવારે ચળાવો કમળનું ફૂલ: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને કમળનું ફૂલ ચળાવો. માતાને સફેદ અને ગુલાબી રંગનું કમળનું ફૂલ અર્પણ કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને ધન લાભ મળે છે. આ ઉપાય 5 શુક્રવાર કરો.

એલચી: માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમને 11 એલચી ચળાવો અને ત્યાર પછી માતાની પૂજા કરો. પૂજા કર્યા પછી આ એલચીને કોઈ લાલ રંગના કપડામાં બાંધી દો અને આ એલચીને પોતાની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

કરો પીપળાના વૃક્ષની પૂજા: શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ધન લાભ મળે છે. ખરેખર શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પર દેવી લક્ષ્મી અને વિષ્ણુજીનો વાસ હોય છે. શનિવાના દિવસે પીપળાના વૃક્ષના મૂળ પર દૂધ ચળાવો અને ત્યાર પછી વૃક્ષની સામે દીવો કરો. આ વૃક્ષની પરિક્રમા કરો. વૃક્ષની ત્રણ પરિક્રમા કર્યા પછી આ વૃક્ષનું એક પાન તમારા ઘરે લઈ આવો. આ પાન તમારા પર્સમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે અને જીવનમાં પૈસાની કોઈ અછત નહીં આવે.

લક્ષ્મી સ્તોત્રના પાઠ: લાલ કિતાબ મુજબ જીવનમાં જ્યારે પણ કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમે લક્ષ્મી સ્તોત્રના પાઠ કરો. લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. લક્ષ્મી સ્તોત્રના પાઠ કરતા પહેલા એક લાલ આસન પાથરો અને તેના પર બેસી જાઓ. ત્યાર પછી તમારી પાસે એક દીવો પ્રગટાવો અને આ પાઠ વાંચવાનું શરૂ કરો. તમે આ પાઠ સવારના સમયે કરો.

કરો આ મંત્રોના જાપ: નીચે જણાવેલ આ 10 મંત્રો માતા લક્ષ્મીના મંત્રો છે અને આ મંત્રોના જાપ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. તમે આ મંત્રોમાંથી કોઈ પણ મંત્ર દરરોજ 101 વખત બોલો. ‘ૐ ધનાય નમઃ’, ‘ૐ ધનાય નમો નમઃ’, ‘ૐ લક્ષ્મી નમઃ’, ‘ૐ લક્ષ્મી નમો નમઃ’, ‘ૐ લક્ષ્મી નારાયણ નમઃ’, ‘ૐ નારાયણ નમો નમઃ’, ‘ૐ નારાયણ નમઃ’, ‘ૐ પ્રાપ્તાય નમઃ’, ‘ૐ પ્રાપ્તાય નમો નમઃ’, ‘ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ’.